GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેજો,ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ભડકો

લોકસભા ચૂંટણી 2019 પહેલા પેટ્રોલ-ડિઝલ પ્રજાને પરેશાન કરી શકે છે. મંગળવારે (9 એપ્રિલ 2019) ક્રૂડ ઓઈલના ભાવ 71 ડોલરની સપાટીએ પહોંચીને વિતેલા પાંચ મહિનાના ઉચ્ચ સપાટી પર પહોંચી ગયા. ક્રૂડ ઓઈલની કિંમતમાં આ તેજી ઓપેક દેશો દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડા તેમજ લીબિયા દ્વારા ક્રૂડનો પુરવઠો ઓછો થવાના કારણે થયો છે. તો અમેરિકા દ્વારા ઈરાન અને વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ ક્રૂડ તેલના માર્કેટમાં તેજી જોવા મળી.

વૈશ્વિક મંદીની સંભાવનાઓ વચ્ચે ક્રૂડ ઓઈલની માંગમાં ઘટાડો છતાં કિંમતોમાં વધારો ઓપેક દેશ દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડા બાદ કાચા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ વર્ષે 30% સુધીનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની સંભાવનાઓ વચ્ચે તેલની માંગમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 71.34 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયો છે, જે ગત વર્ષના નવેમ્બર મહિના બાદ ઉચ્ચ સપાટી પર છે.

અમેરિકી ક્રૂડ પણ નવેમ્બર-2018 બાદ 64.77 ડોલર પ્રતિ બેરલની સાથે તે પણ ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. એક દિવસમાં 11 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન કરે છે લીબિયા કાચા તેલના નિષ્ણાતોનું માનવું છે કે, લીબિયા દ્વારા ક્રૂડનું ઉત્પાદન અને નિકાસથી એટલા મોટા ખતરાની સ્થિતિ પેદા નથી થઈ, પણ આ તનાવ વધવાની સાથે જ કાચા તેલની કિંમતોમાં તેજી દેખવા મળી શકે છે.

લીબિયા ઓપેક દેશોનું સભ્ય છે, જે એક દિવસમાં લગભગ 11 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છએ. દુનિયામાં એક દિવસના ઉત્પાદનનો આ 1% ભાગ છે. જૂનમાં ઓપેક દેશોની આગામી બેઠક યોજાશે હાલના દિવસોમાં અમેરિકી ક્રૂડ ઈન્વેન્ટરીમાં વૃદ્ધિના કારણે પણ કાચા તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

આગાહી અનુસાર અમેરિકી ક્રૂડ સ્ટોક્સમાં સપ્તાહમાં 25 લાખ ડોલરની વૃદ્ધિ થઈ છે, જેમાં સતત ત્રીજા સપ્તાહમાં તેજી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, જો અમેરિકી ઈન્વેન્ટરી સ્ટોક્સમાં ઘટાડો થશે તો તેનાથી ઓપેક દેશ આગામી જૂન મહિનામાં યોજાનારી બેઠકમાં ક્રૂડના ઉત્પાદનને વધારવાનો નિર્ણય લઈ શકે છે.

Read Also

Related posts

લેસ્બિયન સંબંધને પરિવારે ના સ્વીકાર્યો, તરુણીને પામવા યુવતીએ ભર્યું આવુ પગલું

Bansari

એક વ્યક્તિ નિયમ મુજબ કેટલુ સોનુ રાખી શકે, જાણો શું કહે છે ઈન્કમ ટેક્સના નિયમો

Pravin Makwana

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે આ છે સૌથી જરૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!