GSTV
Gujarat Government Advertisement

2014 થી લઇને 2021 સુધીમાં પેટ્રોલ 30 અને ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, જાણો 7 વર્ષમાં કેટલો થયો ભાવવધારો?

પેટ્રોલ

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

2014-15ના વર્ષમાં પેટ્રોલ 66 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 50 રુપિયા પ્રતિ લીટરના ભાવે મળતું હતું. જ્યારે 2021માં પેટ્રોલનો ભાવ 95થી લઇને 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કે ડીઝલનો ભાવ 86થી લઇને 90 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો દેશના એવા કેટલાય જિલ્લા છે કે જ્યાં પેટ્રોલ 100 રુપિયાને પાર વેચાઇ રહ્યું છે.ઇંધણમાં આટલી મોંઘવારી છેલ્લા સાત વર્ષમાં જોવા મળી છે.

પેટ્રોલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોથી લઇને વિપક્ષી પાર્ટીઓ સરકારનો વિરોધ કરી રહી છે. દર વર્ષે પેટ્રોલ ડીઝલ મોંઘુ થઇ રહ્યું છે. 2014થી 2021 સુધીના છેલ્લાં સાત વર્ષની વાત કરીએ તો એ દરમિયાન પેટ્રોલમાં 30 રૂપિયા અને ડિઝલમાં 36 રુપિયાનો વધારો થયો છે. આ સાત વર્ષમાં કેન્દ્રમાં ભાજપનું જ રાજ રહ્યું છે.

સાત વર્ષમાં કેટલો ભાવ વધ્યો તેના પર નજર કરીએ તો…

વર્ષપેટ્રોલ (રુપિયા પ્રતિ લીટર)ડીઝલ (રુપિયા પ્રતિ લીટર)
2014-1566.0950.32
2015-1661.4146.87
2016-1764.753.28
2017-1869.1959.08
2018-1978.0969.18
2019-2071.0560.02
2020-2176.3266.12
જૂન, 202195.8586.75
PETROL diesel

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડા થોડા અંતરે વધારો થઇ રહ્યો છે. મુંબઇમાં વર્તમાન સમયે પેટ્રોલની કિંમત 101.04 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.15 રુપિયા પ્રતિ લીટર છે.

વર્ષપેટ્રોલ (રૂ. લીટર)પેટ્રોલ (રૂ. લીટર)
2014-1566.0950.32
2015-1661.4146.87
2016-1764.753.28
2017-1869.1959.08
2018-1978.0969.18
2019-2071.0560.02
2020-2176.3266.12
WÚ{É, 202195.8586.75

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: ખેડૂતોમાં જોવા મળી ખુશી

pratik shah

સમગ્ર વિશ્વમાં 40 લાખથી પણ વધુ લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

pratik shah

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!