GSTV

દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ આ શહેરમાં મળી રહ્યું છે, જાણો ક્યા શહેરમાં છે શું ભાવ?

પેટ્રોલ

Last Updated on May 6, 2020 by Arohi

લોકડાઉન 3.0માં સરકાર તરફથી મળતી રાહતોને કારણે બજારો ખુલ્લા છે અને ડીઝલ-પેટ્રોલની માંગમાં પણ વધારો થયો છે. તકનો લાભ લઈને ઘણા રાજ્યોએ ડીઝલ-પેટ્રોલના ભાવવધારા પર વેટમાં વધારો કર્યો છે. હવે લોકો વિચારી રહ્યા છે કે આખરે તેમને સૌથી સસ્તું પેટ્રોલ ક્યાંથી મળી શકે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે અને ક્યાં સૌથી વધુ મોંઘું પેટ્રોલ મળે છે તે જણાવીએ.

દેશમાં આહીં મળી રહ્યું છે સૌથી સસ્તુ પેટ્રોલ

દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ ઇટાનગર, અરુણાચલ પ્રદેશમાં મળી રહ્યું છે. અહીંયા આજે એટલે કે 6 મે 2020 ના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 66.12 છે. ડીઝલ પણ અહીં ખૂબ સસ્તું છે, જેની કિંમત પ્રતિ લિટર 60.08 રૂપિયા છે. આમ તો કોઈ મોંઘું પેટ્રોલ ખરીદવા તૈયાર નથી હોતું પરંતુ જો તમે રાજસ્થાનના ગંગાનગરમાં રહો છો, તો તમારી પાસે ઘણા ઓછા વિકલ્પો છે. હા, જો તમે તમારા શહેરની બહાર જઈને પેટ્રોલ ખરીદો તો તે અલગ છે. આજે ગંગાનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 80.49 રૂપિયા છે. અહીં ડીઝલની કિંમત 73.32 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ

મહાનગરોમાં દિલ્હીમાં સૌથી સસ્તુ પેટ્રોલ

દિલ્હી સરકાર દ્વારા તાજેતરમાં વેટમાં વધારા બાદ રાજ્યમાં પેટ્રોલની કિંમતોમાં વધારો થયો હોવા છતાં, મહાનગરોમાં દિલ્લીમાં સૌથી સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે. દિલ્લીમાં પેટ્રોલની કિંમત લિટર દીઠ 71.26 રૂપિયા, ચેન્નઇમાં લિટર દીઠ 75.54 રૂપિયા, કોલકાતામાં 73.30 રૂપિયા અને મુંબઇમાં 76.31 રૂપિયા છે. દિલ્હી સરકારે ઇંધણ પર વેટ વધાર્યા બાદ મંગળવારથી રાજધાનીમાં પેટ્રોલ 1.67 રૂપિયા અને ડીઝલ 7.10 રૂપિયા મોંઘું થઈ ગયું છે. આજે દિલ્હીમાં ડીઝલ 69.39 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ચેન્નઈમાં ડીઝલ 68.22 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં 65.62 રૂપિયા અને મુંબઇમાં રૂ .66.21 પર વેચાય રહ્યું છે.

Read Also

Related posts

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!