GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પૂરી ગરજ પૂરી/ 3 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર, બંગાળની ચૂંટણી સમયે આટલા દિવસ નહોતા વધ્યા ભાવ

પેટ્રોલ

Last Updated on May 12, 2021 by Bansari

કોરોનાકાળમાં અનેક રાજ્યોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોને પગલે દેશવાસીઓની આવક ઘટી છે જ્યારે મહામારીના કારણે તેમના પર સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચનો બોજ વધ્યો છે. આવા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાએ તેમના ખીસ્સા પરના બોજમાં વધારો કર્યો છે.  આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છઠ્ઠી વખત વધારો થયો છે. આ શ્રેમીમાં મંગળવારે પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો થયો હતો. પરિણામે મહારાષ્ટ્રના નાંદેડ, મધ્ય પ્રદેશના રેવા અને રાજસ્થાનના જેસલમેર સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.

પેટ્રોલ

જાણો કયા શહેરમાં કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલમાં મંગળવારે થયેલા ભાવવધારાના કારણે ઈંધણના ભાવ દેશમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૧.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૩૬ થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૧૨ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૯.૪૮ થયો છે.  આ મહિનામાં ચોથી મે પછી આ છઠ્ઠો ભાવવધારો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ ૧૮ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. પરંતુ ચૂંટણીના પરીણામો જાહેર થયાના બે જ દિવસમાં ઈંધણનો ભાવવધારો શરૂ થયો છે.

છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવવધારાના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ અગાઉથી જ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો હતો. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રતિ લીટર રૂ. ૧૦૨.૭૦ના ભાવે મળે છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૦૬ છે. રાજસ્થાનમાં હવે જેસલમેર (રૂ. ૧૦૦.૭૧) અને બિકાનેર (રૂ. ૧૦૦.૭૦)માં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની માનસિક સપાટીને પાર થઈ ગયો છે જ્યારે બારમેર (રૂ. ૯૯.૮૨)માં તેની નજીક છે.

પેટ્રોલ

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર

મધ્ય પ્રદેશમાં શાહડોલ (રૂ. ૧૦૨.૦૬), રેવા (રૂ. ૧૦૨.૦૪), છિંદવાડા (રૂ. ૧૦૧.૬૭) અને બાલઘાટ (રૂ. ૧૦૧.૯૮)માં પેટ્રોલના ભાવે રૂ. ૧૦૦ની માનસિક સપાટી વટાવી છે. ઈન્દોર (રૂ. ૯૯.૯૦) અને ભોપાલ (રૂ. ૯૯.૮૩) આ માનસિક સપાટી તોડવાની નજીક છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો ભોપાલ સૌપ્રથમ પાટનગર હશે, જ્યાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો હોય ! મહારાષ્ટ્રમાં પરભણી પછી હવે નાંદેડમાં પણ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર  થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની અસર સમગ્ર દેશમાં રાજ્યોના સ્થાનિક વેટ ટેક્સને લીધે અલગ અલગ થતી હોય છે.

સરકારી ઓઈલ કંપનીઓએ ૧૫મી એપ્રિલે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧૬ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૧૪ પૈસાનો ઘટાડો કર્યો હતો, જે ૨૪મી માર્ચ પછી ચોથો ઘટાડો હતો. ૨૪મી માર્ચ પછી પેટ્રોલમાં કુલ ૬૭ પૈસા અને ડીઝલમાં ૭૪ પૈસાનો ઘટાડો કરાયો હતો. પેટ્રોલ અને ડીઝલના રીટેલ વેચાણમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને ડીઝલ પર રૂ. ૩૧.૮૦ની એક્સાઈઝ ડયુટી વસૂલે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!