GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ અઠવાડિયે પેટ્રોલ-ડિઝલ મોંઘું થઈ શકે છેઃ અમદાવાદમાં આજે કેટલો ભાવ છે જાણો

પેટ્રોલ-ડીઝલ

મે મહિનામાં દેશમાં પેટ્રોલ, ડિઝલની માંગમાં સુધારો જોવા મળ્યો હતો. હવે અનલોક 1.0માં ઢીલ મળવાની સાથે આગામી દિવસોમાં ઓઇલની કિંમતોમાં વધારો થઈ શકે છે. સાથે સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો અને આગામી દિવસોમાં ઓપેક તરફથી નિર્ણય લેવામાં આવશે, જેની અસર પણ ઓઇલની કિંમત પર પડશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો ક્રૂડ ઓઇલ છે. એમાં આગામી થોડા મહિનાઓ માટે ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લઈ શકાય છે. જો એવો નિર્ણય લેવાશે, તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં જોરદાર વધારો થવાની શક્યતા છે, જેની અસર પેટ્રોલ-ડિઝલના ભાવ પર થશે.

મુખ્ય મહાનગરમાં ભાવ

આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલના ભાવ લિટરદીઠ અનુક્રમે રૂ. 71.26, રૂ. 73.30, રૂ. 78.32 અને રૂ. 75.54 છે. ડીઝલની વાત કરીએ તો એના ભાવ ક્રમશઃ રૂ. 69.39, રૂ. 65.52, રૂ. 68.21 અને રૂ. 68.22 છે.

અમદાવાદમાં અને તમારા શહેરમાં ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ લિટરદીઠ રૂ. 67.28 છે તો ડિઝલના ભાવ રૂ. 65.32 છે. ઉપરાંત તમારા શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ જાણવા હોય, તો RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને ભાવ મળી જશે.

પેટ્રોલ

દરરોજ સવારે છ વાગ્યે ભાવ બદલાય છે

દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડિલર કમિશન અને અન્ય ચીજવસ્તુઓ જોડાયા પછી એના ભાવ લગભગ બેગણા થઈ જાય છે.

ઓઇલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

વિદેશી ચલણના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે એના આધારે દરરોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફેરફારો થાય છે. આ જ માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડિઝલના ભાવ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ હોલસેલ કિંમત પર કરવેરા અને પોતાનું માર્જિન જોડીને પેટ્રોલ વેચે છે. દેશમા પેટ્રોલ-ડિઝલ પર 69 ટકા કરવેરો લાગુ છે, જે વિશ્વમાં સૌથી વધારે છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!