GSTV
Gujarat Government Advertisement

જનતા બેહાલ / આમ આદમી પર મોંઘવારીનો મારો, સરકારની પેટ્રોલ-ડીઝલથી મસમોટી કમાણી

Last Updated on April 6, 2021 by Dhruv Brahmbhatt

પેટ્રોલિયમ કંપનીઓએ ભલે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનું બંધ કરી દીધુ હોય. પરંતુ જનતા પર હજુ પણ ઉંચી કિંમતોનો બોજો યથાવત છે. સરકાર હજુ પણ પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોમાંથી મસ મોટો ટેક્સ વસુલી રહી છે. જેના કારણે આમ આદમી મોંઘવારી નીચે દબાયેલો છે.

કોરોના મહામારીના કારણે એક તરફ લોકોની આવક સિમિત થઇ છે અથવા ઘટી ગઇ છે. ત્યારે બીજી તરફ ઇંધણની ઉંચી કિંમતો મોંઘવારી ડંખ મારી રહી છે. છેલ્લા સાત વર્ષમાં સામાન્ય માણસની કમાણી કરતા અનેક ગણી વધુ આવક સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સ વધારીને કરી છે. જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થયા છે. તો બીજી તરફ સરકારનો તિજોરી ભરાતી રહી.

છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પરની ડ્યૂટીમાં 300 ટકાનો વધારો

લોકસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતુ કે છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પરની ડ્યૂટીમાં 300 ટકાનો વધારો થયો છે. જ્યારે મે-2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે એક લીટર પેટ્રોલ પર ટેક્સ 10.38 રૂપિયા હતો અને હવે તે વધીને 32.90 રૂપિયા થઇ ગયો છે. ડીઝલ પર સરકાર મે -2014માં 4.52 રૂપિયા ટેક્સ વસુલતી હતી. જે હવે 31.80 રૂપિયા થઇ ગયો છે. મે-2014માં પેટ્રોલના ભાવ 71.41 રૂપિયા અને ડીઝલ 56.71 રૂપિયા પર હતો. પરંતુ હાલના સમયે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા અને ડીઝલની કિંમત 81.47 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ચુકી છે. આ દરમિયાન કિંમત મુજબ પેટ્રોલ આશરે 30 ટકા અને ડીઝલમાં આશરે 45 ટકા મોંઘું થયું. પરંતુ ટેક્સની તુલના મુજબ પેટ્રોલ પરના ટેક્સમાં 220 ટકા અને ડીઝલ પરના ટેક્સમાં 600 ટકાનો વધારો થયો છે. તે વાત દિવા જેવી ચોખી છે કે સરકારને સૌથી વધુ આવક પેટ્રોલ અને ડીઝલ પર નાંખવામાં આવેલી એક્સાઇઝ ડ્યૂટી દ્વારા થઇ છે.

PETROL diesel

છેલ્લા 10 મહિનામાં 2.94 લાખ કરોડની આવક

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી મારફત કુલ 71 હજાર 160 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ 2020-21ના 10 મહિનામાં સરકારને 2.94 લાખ કરોડ રૂપિયાની આવક થઇ ચુકી છે.. તો સામા પક્ષે સામાન્ય માણસની આવકની વાત કરીએ તો 2014થી 2021ની વચ્ચે સામાન્ય માણસની આવક 36 ટકા વધી છે.. સરકારી આંકડા મુજબ 2014-15માં પ્રતિ વ્યક્તિ આવક 72 હજાર 889 રૂપિયા વાર્ષિક હતી.. જે 2020-21માં 99 હજાર 155 રૂપિયા થઇ ગઇ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આધાત: કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એક્ટર સોનુ સુદ કોરોના પોઝિટીવ, થયો કોરન્ટીન

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં 5મા તબક્કાના મતદાન બન્યું લોહીયાળ, વિસ્ફોટ, હુમલો અને મારપીટનો એકબીજા પર દોષારોપણ

Harshad Patel

કોરોનાકાળમાં છૂટી ગઈ છે જોબ તો આ બિઝનેસ કરી કરો મોટી કમાણી, સરકાર આપશે 25 ટકા સુધી સબ્સિડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!