GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આજથી પેટ્રોલ-ડીઝલ પડશે મોંઘુ, આ કારણે ભાવમાં થશે 4થી 5 રૂપિયાનો વધારો

પેટ્રોલ-ડીઝલ

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલના દરમાં ઘટાડો થયો નથી. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, ત્યારે ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર પણ વેટમાં વધારો કર્યો હતો.આવી સ્થિતિમાં સામાન્ય લોકોને સસ્તા ક્રૂડનો કોઈ ફાયદો મળ્યો નહીં, હવે જૂનથી મોંઘા પેટ્રોલ અને ડીઝલ માટે તૈયાર થઈ જાવ.

લાઇવ મિન્ટના સમાચારો અનુસાર જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો કરી શકે છે. લોકડાઉન હટાવ્યા પછી બંને પેટ્રોલિયમ ઉત્પાદનોના દૈનિક મૂલ્યમાં એક વખત સુધારો થઈ શકે છે.

કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ખર્ચ અને વેચાણ વચ્ચેનો તફાવત પહેલેથી જ પ્રતિ લિટર 4-5 રૂપિયા પર પહોંચી ગયો છે.વૈશ્વિક ભાવોને ધ્યાનમાં રાખીને ખાધને પહોંચી વળવા માટે દિવસમાં 40-50 પૈસા સતત બે અઠવાડિયા સુધી વધારવું પડશે. જો કે સરકારી સૂત્રો કહે છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો મર્યાદાથી વધારવાની મંજૂરી આપી શકાતી નથી.લોકડાઉન 4.0માં ઘણા પ્રકારની ઢીલ આપ્યા બાદ ઘણા રાજ્યોએ જાહેર અને ખાનગી પરિવહન શરૂ કર્યું, જેનાથી બળતણની માંગ વધી.

લોકડાઉન દરમિયાન, નાગાલેન્ડ, કર્ણાટક, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આસામ અને ઓડિશામાં પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેથી આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો.

petrol Diesel

મિઝોરમ સરકારે 1 જૂનથી પેટ્રોલ પરના 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકાનો વેટ વધારવાની જાહેરાત કરી છે, ત્યારબાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થશે. જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલ પરના ટેક્સમાં પ્રતિ લિટર બે રૂપિયા વધારો કરવામાં આવ્યો છે.

તે જ સમયે ડીઝલ પરના ટેક્સમાં એક રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે સુધારેલા દરો 1 જૂનથી અમલમાં આવશે. હિમાચલ પ્રદેશમાં પણ 1 જૂનથી ડીઝલ અને પેટ્રોલના દરોમાં વધારાની ઘોષણા કરવામાં આવી છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની (ઓએમસી) ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બધા છૂટક તેલ વેચાણકર્તાઓ ગત સપ્તાહે મળ્યા હતા.તેમાં વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને લોકડાઉન પછી દૈનિક ભાવમાં ફેરફારની સિસ્ટમ શરૂ કરવા માટે એક રોડમેપ તૈયાર કરાયો છે. જો લોકડાઉન 5મી વખત લંબાવાશે તો પણ સરકારની મંજૂરીથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

Read Also

Related posts

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!