GSTV

જો સરકાર ટેક્સ ન વધારે તો આટલું સસ્તુ થઈ જશે પેટ્રોલ-ડિઝલ, આટલો બધા ઘટી જશે ભાવ

પેટ્રોલ

Last Updated on April 22, 2020 by Karan

કોરોના વાયરસના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો કડાકો છે. એવામાં જો સરકાર તેના પર ટેક્સ ન વધારે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર ઓછામાં ઓછો 6-6 રૂપિયાનો ઘટાડો આવવાની સંભાવના છે. કોરોનાવાયરસના કહેરના કારણે આ વર્ષની શરૂઆતથી જ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગયા ડિસેમ્બરમાં ઈન્ડિયન બાસ્કેટ ક્રૂડની કિંમત જ્યાં 65.5 ડોલર પ્રતિ બેરલ હતી ત્યાં જ માર્ચમાં ઘટીને 33.5 ડોલર સુધી આવી ગઈ. ત્યા બાદ 14 માર્ચ 2020એ પેટ્રોલ ડિઝલની કિંમતમાં 3-3 રૂપિયાનો ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 16 માર્ચથી બન્નેની કિંમત નથી બદલાઈ. પછી 24 માર્ચે ભાવમાં 8-8 રૂપિયાનો ટેક્સ વધારવામાં આવ્યો હતો જેના કારણે કોરોના વાયરસથી ખરાબ થયેલી આર્થિક સ્થિતિની ભરપાઈ કરી શકાય. જોકે તે સમયે પેટ્રોલ-ડિઝલની કિંમતો ન વધારવામાં આવી.

ભાવ ઓછા થવાની શક્યતા

પેટ્રોલિયમ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકારે ફરીથી પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ ન વધાર્યો તો બન્ને પર 6-6 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. આમ થવા પાછળનું કારણ એ છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં એક ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થાય છે તો ઘરેલુ માર્કેટમાં બન્ને ઉત્પાદનની કિંમતોમાં પ્રતિ લિટર 50 પૈસાની કમીની આશા છે. આ ગણિતના હિસાબથી પેટ્રોલ ડિઝલના ભાવમાં 6-6 રૂપિયાની કમી થઈ શકે છે. જોકે આ વચ્ચે ડોલરના મુકાબલે રૂપિયો કમજોર થયો છે અને કાલ સુધીમાં તેનો ભાવ 76.63 હતો. આ કારણે પેટ્રોલ અને ડિઝલની કિંમતો થોડી ઓછી ઘટશે.

Read Also

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!