મહારાષ્ટ્રમાં પેટ્રોલે 91ની સપાટી વટાવી, ડીઝલ પણ રેકોર્ડબ્રેક ઉંચાઈએ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલો વધારો યથાવત છે. મંગળવારે પણ ઈંધણના ભાવમાં વધારો થયો છે. આ વધારા બાદ મહારાષ્ટ્રમાં પેટ્રોલ 91ની પાર થઈ ગયો છે. મુંબઈમાં પણ આ આંકડો 90ની પાર થઈ ગયો છે. ડીઝલની કિંમતો પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ મુજબ, મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં લીટર દીઠ પેટ્રોલ 91.92 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે ફ્યુઅલની કિંમતોમાં વધારાનો ઘટનાક્રમ યથાવત છે.

મંગળવારે થયેલા વધારા બાદ મુંબઈમાં એક લીટર પેટ્રોલ માટે તમારે 90.22 રૂપિયા ચૂકવવા પડશે. જેના માટે દિલ્હીમાં તમારે 82.26 રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે. દિલ્હી-મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલ 11 પૈસાના વધારા સાથે લીટરે 78.69 ભાવે મળી રહ્યું છે. ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન મુજબ, દિલ્હીમાં આ લીટરે 74.12 રૂપિયે મળી રહ્યું છે. અહીં ડીઝલ 10 પૈસા મોંઘુ થયુ છે.

ચેન્નઈમાં 14 પૈસાના વધારા સાથે પેટ્રોલ લીટરે 86.13 રૂપિયે મળી રહ્યું છે. ડીઝલ પણ અહીં 10 પૈસા મોંઘુ થયુ છે. અહીં લીટરદીઠ 78.36 રૂપિયે મળી રહ્યું છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત 14 પૈસા વધી છે. આ વધારા સાથે તેની કિંમત 84.68 રૂપિયે પ્રતિ લીટર થયુ છે. ડીઝલની કિંમત અહીં 10 પૈસા વધી છે. આ વધારા સાથે અહીં 75.97ના સ્તર પર મળી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter