ટેક્સમાં કપાત કર્યા વિના સરકાર ઘટાડી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેવીરીતે

સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80.73 રૂપિયા અને ડીઝલ 72.83 રૂપિયામાં વહેંચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટેક્સમાં ઘટાડો થવાથી દિલ્હીની ઑઈલ કિંમત મેટ્રો શહેરો અથવા ઘણી રાજધાનીઓની સરખામણીએ ઓછી છે. તો છેલ્લા 4 વર્ષમાં પેટ્રો પ્રૉડક્ટ પર એક્સાઈઝ ડ્યુટી ડબલથી વધારે થઈ ગઈ છે.

2014-15માં આ કિંમત 99,184 કરોડ રૂપિયા હતી, જે 2017-18માં 2,29,019 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો રાજ્યોની વેટ દ્વારા થતી આવકમાં પણ અત્યારે વધારો થયો છે. સરકાર ઈચ્છે તો થોડી નીતિઓ દ્વારા ટેક્સમાં કપાત કર્યા વિના પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય છે.

જીએસટી

પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતમાં લગભગ અડધો ટેક્સ હોય છે. વર્તમાનમાં GSTમાં 28 ટકા ટેક્સ સ્લેબ સૌથી મોટો છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ 40 ટકા પણ રાખે તો પણ તેની કિંમતમાં ઘટાડો થશે.

રિટેલર્સને મળશે સસ્તુ ક્રૂડ

તેલની વધી રહેલી કિંમતોને કારણે ઓએનજીસીનો નફો વધી ગયો છે. ONGC 20 ટકા કાચા તેલનુ સપ્લાયર છે. રિટેલર્સને સસ્તા દરમાં પણ કાચુ તેલ અપાઈ શકે છે. જેના બદલામાં સરકાર કંપની પાસેથી ઓછો નફો લઈ શકે છે.

ફ્યૂચર ટ્રેડિંગ

કેટલાંક નાણાંકીય કરાર હોય છે, જે પહેલાથી નક્કી કરેલી તારીખ પર ઑઈલના વેચાણ અને ખરીદી માટે કરવામાં આવે છે. હાલની કિંમતો પર ભવિષ્યમાં તેલ અથવા અન્ય સામ્રગી ખરીદવા માટેની આ એક પદ્ધતિ છે. જેનાથી ગ્રાહકોને કિંમતો વધવા છતાં ઓછી કિંમતમાં જરૂર પડતા ઑઈલ આપી શકાય છે. મંત્રાલયે તેને મંજૂરી પણ આપી દીધી છે. પરંતુ સેબી તરફથી મંજૂરી બાકી છે.

ક્રૂડ ડિસ્કાઉન્ટ

OPEC પશ્ચિમી દેશોની સરખામણીએ એશિયાના દેશોને ઉંચી કિંમતે ઑઈલનું વેચાણ કરે છે. સરકાર OPEC પર દબાણ બનાવવા માટે બીજા દેશો સાથે સંપર્ક કરી રહી છે. કારણકે સરકારને પણ ડિસ્કાઉન્ટ મળે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter