GSTV
Home » News » દરિયામાં ઉઠનારા વાવાઝોડાને પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે શો સંબંધ?

દરિયામાં ઉઠનારા વાવાઝોડાને પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે શો સંબંધ?

દેશમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને નિયંત્રણમાં કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ત્યારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનું સંકટ તોળાઈ રહ્યું છે. પેટ્રોલિયમ પ્રધાન ભલે દાવો કરે કે પેટ્રોલ-ડીઝલ મોંઘા નહીં થાય. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હલચલથી પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાની શક્યતા વધી જાય છે.

એટલાન્ટિક મહાસાગર, કેરેબિયન સમુદ્ર અને મેક્સિકોની ખાડીના વિસ્તાર એટલાન્ટીક બેઝીકમાં ઉઠનારું તોફાન આર્થિક દ્રષ્ટિએ તોફાન ઉભું કરનારું સાબિત થઈ શકે છે. એટલાન્ટીક બેઝીનમાં મુખ્યત્વે વાવાઝોડાની મોસમ જુલાઈથી નવેમ્બર સુધીની હોય છે. આમ તો આવા ઘાતક વાવાઝોડા ગમે ત્યારે દસ્તક દઈ શકે છે. પરંતુ ઓગસ્ટથી નવેમ્બરના અંત સુધી તેનું જોર વધારે હોય છે. એવી સ્થિતિમાં દરિયામાં ઉઠનારા આ વાવાઝોડા પેટ્રોલ-ડીઝલના ભાવ પર અસર પાડી શકે છે.

ઈરાન પર લાગેલા અમેરિકાના પ્રતિબંધો અને વેનેન્ઝુએલામાં તેલ ઉત્પાદનમાં કપાતને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. પણ સ્થાનિક લેવલે આ ભાવ કાબૂમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકામાં જો વાવાઝોડું ફૂંકાય તો ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઉંચકાઈ શકે છે. ગત વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા. કેમકે ગત વર્ષે પણ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના આરંભે હાર્વી અને ઈરમા વાવાઝોડું ત્રાટક્યું હતુ.

વાવાઝોડાને પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે શો સંબંધ?

આ સવાલ થવો સ્વાભાવિક છે. પરંતુ ક્રુડ ઓઈલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સનો વૈશ્વિક વેપાર એકબીજા સાથે જોડાયેલો છે. ન્યુઝ એજન્સીના દાવા મુજબ અમેરિકામાં વાહનોમાં ઉપયોગમાં લઈ શકાય તેવો 20 કરોડ બેરલ ઈંધણનો ભંડાર છે. આ પુરવઠો અમેરિકામાં ત્રણ અઠવાડિયા સુધી ઉપયોગમાં લઈ શકાય તેટલો છે. ગત વર્ષે જ્યારે બે વાવાઝોડા આવ્યા ત્યારે અમેરિકાની રિફાઈનરી કેપેસીટીનો એક ચતૃર્થાંશ હિસ્સો પ્રભાવિત થયો હતો. જેને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ હતી. અને ઈંધણની અછત સર્જાઈ હતી. રિફાઈનરીમાં કામકાજમાં વિલંબ થતા ઈંધણનું સંકટ ઘેરાયું હતુ. વાવાઝોડા બાદ ફરીથી ઉત્પાદન શરૂ થવા છતા રિફાઈનરીમાં ક્ષમતા કરતા ઓછું ઉત્પાદન થયું હતુ.

શા માટે વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

ઉત્પાદન ઓછું થતા અમેરિકાએ પેટ્રોલ-ડીઝલ આયાત કરવું પડ્યું હતુ. અમેરિકા અને ઈંધણ માટે તેના પર નિર્ભર રહેતા પાડોશી દેશો પણ. જરૂર મુજબના ઈંધણ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર છે. એવામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિશ્વભરમાં વધી જાય તો ભારતમાં નાછૂટકે ભાવ વધારવા પડે. ભારતમાં ઈંધણના ભાવ નક્કી કરવાની પદ્ધતિ આંતરરાષ્ટ્રીય કિંમતો અને રૂપિયા-ડૉલરના એક્સચેન્જ રેટ પર નિર્ભર છે. એટલે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તે સ્વાભાવિક છે.

Related posts

Swiggyની મોટી જાહેરાત, 18 મહિનામાં 3 લાખ લોકોને આપશે રોજગાર, મેળવશે આ મોટું સ્થાન

Mansi Patel

દાંતોમાં ટી-શર્ટ ફસાવી વિરાટે બતાવ્યા સિક્સ પેક એબ્સ, ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi

નિવૃત્તિના રૂપિયા બેન્કમાંથી ઉપાડીને બેઠી હતી મહિલા ત્યાં જ ગઠીયાઓએ પાડ્યો ખેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!