04 કોરોના રસી આવ્યા પછી પણ કોરોનાનો કહેર યથાવત છે. ચીનમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ અમેરિકી ડોલર મજબૂત થવાથી ક્રૂડ ઓઇલ ફ્યુચર ટ્રેડ ડાઉન થયું છે. આ કારણે આંતરાષ્ટ્રીય બજારોમાં આ સપ્તાહ કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલુ બજારોમાં જોઈએ તો ગયા દિવસોમાં શાંતિ હતી. એમાં પહેલા બે દિવસ સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા. દિલ્હીમાં રવિવારે પેટ્રોલ 84.70 રૂપિયા અને 74.88 રૂપિયા પ્રતિ લીટર રહ્યું. ત્યારે અમદાવાદમાં આજે પેટ્રોલ 82.07 રૂપિયા અને ડીઝલ 80.64 રૂપિયા પ્રતિ લીટર છે.
નવા વર્ષમાં 99 પૈસા મોંઘુ થયું પેટ્રોલ
નવું વર્ષમાં પેટ્રોલિયમ ઈંધણો માટે સારું ન રહ્યું. આમતો નવા વર્ષમાં 16 દિવસમાં માત્ર 4 દિવસ મોંઘુ થયું પેટ્રોલ, પરંતુ આટલા દિવસમાં જ 99 પૈસા થઇ ગયા. આ પહેલા બીજી છમાહિમાં પેટ્રોલના ભાવ ઘણા વધ્યા. જોઈએ તો 10 મહિનામાં 14 રૂપિયા લીટરથી વધુ ભાવ વધી ચુક્યા છે.
ડીઝલ પણ થયું 1.01 રૂપિયા મોંઘુ

આ વર્ષે ડીઝલની કિંમત ચાર દિવસ વધી ચુકી છે. આટલા દિવસમાં ડિઝલના ભાવમાં 1.01 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. જોઈએ તો 10 મહિનામાં એના ભાવમાં 12 રૂપિયાનો વધારો થયો છે.
પ્રમુખ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરના નામ | પેટ્રોલ રૂપિયા/લીટર | ડીઝસ રૂપિયા/લીટર |
દીલ્હી | 84.70 | 74.88 |
મુંબઈ | 91.32 | 81.60 |
ચેન્નાઈ | 87.40 | 70.19 |
કોલકાતા | 86.15 | 78.47 |
કાચા તેલના બજારમાં તેજી

ચીનમાં ફરી લોકડાઉન અને બીજી બાજુ અમેરિકી ડોલર મજબૂત થવા પર ક્રૂડનું ફ્યૂચર ટ્રેડ ડાઉન થયું છે. આ જ કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહમાં ન્યુયોર્કમાં કારોબાર બંધ હોવાના સમયે સમયે WTI Crudeના ભાવમાં નરમી જોવા મળી છે. આ 01.21 ડોલર ઘાટની 52.36 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જે 01.32 પ્રતિ બેરલ અને 55.10 ડોલર પ્રતિ બેરલ સેટલ થયું છે.
આવી રીતે ચેક કરો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત SMS દ્વારા પણ જાણી શકો છો. એના માટે તમારે એક મેસેજ કરવો પડશે અને તમામ ડીટેક તમને ફોનમાં મળી જશે. તમે મોબાઈલથી RSP અને પોતાના શહેરનો કોડ લખી 9224992249 નંબર પર મોકલી આપો.તમારા મોબાઈલ પર તાત્કાલિત તમારા શહેરના પેટ્રોલ-ડિઝલના ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે, જે તમને IOCની વેબસાઈટ પર મળી જશે. તમે IOCની મોબાઈલ એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.
Read Also
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
- ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત
- ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ