GSTV
Home » News » ત્રણ દિવસમાં પેટ્રોલ-ડીઝલ થયું 84 પૈસા સસ્તુ, જાણો હજી કેટલી કિંમત ઘટશે

ત્રણ દિવસમાં પેટ્રોલ-ડીઝલ થયું 84 પૈસા સસ્તુ, જાણો હજી કેટલી કિંમત ઘટશે

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની કિંમતોની અસર હવે ડોમેસ્ટિક બજારમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ 84 પૈસા સુધી સસ્તુ થયુ છે. શનિવારે પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તુ થયુ છે. હવે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસાના ઘટાડા સાથે લીટરે 81.99 રૂપિયા વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 12 પૈસા સસ્તા થતાં લીટરે 75.36 વેચાઈ રહ્યું છે. આજે પેટ્રોલની કિંમતમાં સૌથી વધારે કપાત નોંધવામાં આવી છે.

કેમ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ: નિષ્ણાંતોનું કહેવુ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (કાચા તેલ)ની કિંમત 85 ડૉલર પ્રતિ બેરલથી ઉતરીને 80 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. સાથે જ રૂપિયામાં પણ મજબૂતી પરત આવી છે. આ બધા કારણને પગલે ડોમેસ્ટિક બજારમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયુ છે.

હવે આગળ શું?: કેડિયા કોમોડિટીના એમડી એજય કેડિયાના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઈલની કિંમતો પર દબાણ યથાવત રહેશે, કારણકે ચીનનો જીડીપી ગ્રોથ નબળો પડી રહ્યો છે. સાથે જ ટ્રેડ વૉર ગહેરાવવાની આશંકાને પગલે કિંમતો પર દબાણ છે. મનાઈ રહ્યું છે કે ચીનની ઘરેલુ મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડનું પતન થઈ રહ્યું છે. તેથી ક્રૂડ ઑઈલની ડિમાન્ડ ઉતરી શકે છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાઈ તેજીથી વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો એક અઠવાડિયામાં 3 ટકાથી વધારે નીચે ઉતરી ગઈ છે. જોકે, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો યથાવત રહી શકે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 38 પૈસાના ઘટાડાની સાથે લીટરદીઠ 87.46 રૂપિયા અને ડીઝલ 13 પૈસાના ઘટાડા સાથે લીટરદીઠ 79.00 રૂપિયે વેચાઈ રહ્યું છે.

કોલકત્તા અને ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાથી લોકો રાહત મહેસૂસ કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કપાત છેલ્લા ત્રણ દિવસથી સતત યથાવત છે. શુક્રવારે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 24 પૈસાના ઘટાડા સાથે લીટરે 82.38 રૂપિયા અને ડીઝલ 10 પૈસાના ઘટાડા સાથે લીટરે 75.48 રૂપિયે વેચાઈ રહ્યું છે.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!