GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વર્ષની સૌથી ઓછી કિંમતે મળી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલ, 10 દિવસમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

ચીનના જીવલેણ કોરોના વાયરસથી ઘટેલી ક્રૂડ ઓઇલની ડિમાન્ડના પગલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતો સતત ઘટી રહી છે. તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પમ જોવા મળી રહી છે. શુક્રવારના મુકાબલે શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી ગગડ્યા છે.

25 જાન્યુઆરી એટલે કે શનિવારે એક લીટર પેટ્રોલ 27 પૈસા સસ્તુ થઇને 74.16 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર આવી ગયું છે. જ્યારે ડીઝલ 30 પૈસા સસ્તુ થઇને 67.31 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.

જણાવી દઇએ કે નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરીમાં પેટ્રોલની મહત્તમ કિંમત 76.01 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આ પ્રમાણે અત્યાર સુધી પેટ્રોલ 1.85 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ગયું છે. ગત 14 દિવસમાં પેટ્રોલ 1.85 રૂપિયા અને ડીઝલ 1.86 રૂપિયા સસ્તુ થયુ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 60.62 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

petrol from plastic

પેટ્રોલ-ડીઝલની કિંમત

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર મુંબઇમાં એક લીચર પેટ્રોલના ભાવ 79.76 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. સાથે જ ડીઝલના ભાવ 70.56 રૂપિયા પ્રતિ લીટર છે.

શું છે કોરોના વાયરસ અને ક્રૂડ ઓઇલનું કનેક્શન

ભારતની જેમ ચીન પણ પોતાની જરૂરિયાતના 90 ટકા ક્રૂડ ઓઇલ વિદેશી બજારમાંથી ખરીદે છે. આંકડાઓ અનુસાર વર્ષ 2019માં ચીને રેકોર્ડ 50.6 કરોડ ટન ક્રૂડ ઓઇલ ખરીદ્યુ હતુ. એક અહેવાલ અનુસાર, વર્તમાન વાયરસના પગલે ચીનમાં ડિમાન્ડ ઘટી શકે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ 3 ડોલર પ્રતિ બેરલ સસ્તુ થવાની સંભાવના છે.

મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં બ્રેંટ ક્રૂડની કિંમતો 70 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 60 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આ હિસાબે 1 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ક્રૂડ ઓઇલ 12 ટકા સુધી સસ્તુ થઇ ગયું છે.

Read Also

Related posts

કોરોનામાં બ્રાઝિલનો એક દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો અમેરિકાએ, એક દિવસમાં નોંધાયા 55 હજાર કેસ

Bansari

કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું ફરજિયાત, વાયરસનાં ટીપાં હવામાં આટલી ઊંચાઈ સુધી તરે છે

Bansari

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર, Zydusની કોરોના વેક્સિનને માનવ પરીક્ષણ માટે મળી મંજૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!