GSTV

સામાન્ય માણસને લાગશે ઝટકો! પેટ્રોલ-ડીઝલ પર 6 રૂપિયા સુધી વધી શકે છે એક્સાઈઝ ડ્યૂટી

સામાન્ય માણસને જલ્દીથી મોટો આંચકો મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર (Government of India)ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી (Petrol Diesel Excise Duty) વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં લીટરદીઠ 3-6 રૂપિયાનો વધારો કરી શકે છે. અગાઉ સરકારે મે મહિના દરમિયાન પેટ્રોલ પર લિટરદીઠ 10 રૂપિયા અને ડીઝલ પર  લીટરદીઠ 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી પેટ્રોલ પર ટેક્સ વધીને 32.98 પ્રતિ લિટર થઈ ગયો છે અને ડીઝલ પર ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લિટર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત ટેક્સમાં વધારાને કારણે ગ્રાહકોને સસ્તા ક્રૂડનો લાભ મળી રહ્યો નથી, જ્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.

પેટ્રોલ પર ટેક્સ અને કમિશન વિશે જાણો…

  • એક્સ ફેક્ટરી કિંમત – રૂ. 25.32
  • ભાડું અને અન્ય ખર્ચ – રૂ. 0.36
  • એક્સાઇઝ ડ્યુટી – 32.98 રૂપિયા
  • ડીલરનું કમિશન – 3.69 રૂપિયા
  • VAT (ડીલરના કમિશન સાથે) – રૂ.18.71 રૂપિયા

હવે શું થશે

ખાનગી મીડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર સરકાર કોરોનાને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ત્રીજું રાહત પેકેજ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં સરકારને વધુ ભંડોળની જરૂર છે. તેથી, સરકાર તેની ભરપાઈ ટેક્સ (એક્સાઈઝ ડ્યુટી)થી કરવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીમાં લિટરદીઠ રૂ. 3-6 વધી શકે છે. પરંતુ સરકાર ઈચ્છે છે કે ટેક્સ વધ્યા પછી પેટ્રોલ-ડીઝલ મોંઘું ન થવું જોઈએ. તેથી જ નવી યોજના પર કામ ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા પછી પેટ્રોલ-ડીઝલ સસ્તું થવું જોઈએ. હવે તે થશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલ બેરલદીઠ 45 ડોલરથી ઘટીને બેરલદીઠ 40 ડોલર થયું છે. તેથી જ સરકાર તેનો લાભ લેવા માંગે છે.

1 રૂપિયો એક્સાઈઝ ડ્યુટીના વધારાથી સરકારને કેટલો ફાયદો થાય છે?

પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં દરેક રૂપિયાના વધારાથી કેન્દ્ર સરકારના ખજાનામાં વાર્ષિક રૂ.13,000-14,000 કરોડનો વધારો થાય છે. તો, ક્રૂડના ભાવમાં ઘટાડો સરકારને વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરે છે. હકીકતમાં, ભારત તેની જરૂરિયાતોનો લગભગ 82 ટકા હિસ્સો ખરીદે છે. આવી સ્થિતિમાં ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) પણ ઘટી શકે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!