GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોનાકાળમાં સૌથી મોટી ભેટ : પેટ્રોલ-ડીઝલના ભાવ જશે 100 રૂપિયાને પાર, મધ્યમવર્ગ થઈ જશે પૂરો

દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતાં વધારે વધી ગઈ છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ 18 દિવસથી સતત વધી રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે જો આ ગતિ આ રીતે ચાલુ રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી શકે છે. બુધવારે પણ ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત પ્રતિ લિટર 79.88 રૂપિયા છે. આ ભાવ વધારો સતત 18 મા દિવસે ડીઝલની કિંમતોમાં જોવા મળ્યો છે. ક્રૂડ તેલ 19 ડોલર પ્રતિ બેરલની નીચે હતું ત્યારે ઓઇલ કંપનીઓએ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 40 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. દેશમાં ડિઝલ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ વધીને 100 રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં.

સરકારે એક્સાઈઝ ડ્યૂટી 13 ટકા વધારી

ઓઇલ કંપનીઓ પાસે જે ઈન્વેન્ટ્રી છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. માગ ઓછી થઈ ગઈ છે. અને તેમનું માર્જિન માઈનસમાં આવી ગયું છે. તેથી આ નુકસાનની ભરપાઇ કરવા માર્જીનમાં વધારો કરીને કરશે. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં આશરે રૂપિયા 13નો વધારો કરી દીધો છે. તેનો પર સંપૂર્ણ ભાર ગ્રાહકો પર હજી મૂકાયો નથી. એવામાં સ્વાભાવિક છે કે હજુ પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થશે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો તે આશ્ચર્યજનક નહીં હોય કે પેટ્રોલ-ડીઝલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરશે. ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. હમણાં ઓઇલ કંપનીઓ કિંમતોમાં વધારો કરી રહી છે. આ પછી રાજ્ય સરકારો તેના પર વેટ વધારશે. લોકડાઉનને કારણે રાજ્યોની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે, તેથી તેઓ પણ પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં વધારો કરવાની તક શોધી રહ્યા છે.

ક્રૂડ એ સરકારની તિજોરી માટે દુધાળી ગાય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની ઘટનાક્રમને આ રીતે સમજી શકો છો. પહેલા કેન્દ્ર સરકારે આના પર સતત ટેક્સ વધાર્યો, હવે તેલ કંપનીઓ ભાવમાં વધારો કરીને તેમની આવકજાવકને સરભર કરી રહી છે. અને આગળ રાજ્ય સરકારો ટેક્સમાં વધારો કરીને તેમની તિજોરીઓ ભરીને આવક વધારવાનો પ્રયાસ કરશે. એટલે કે, પેટ્રોલ ડિઝલ – ક્રૂડને સરકારી ટેક્સમાં દુધાળી ગાય માનવામાં આવે છે. આ બધી વસ્તુનો સંપૂર્ણ ભાર સામાન્ય લોકો પર જશે. તેથી જો કિંમતોમાં આ રીતે વધારો થતો રહે તો પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર દીઠ 100 રૂપિયાને પાર કરી શકે છે. એવું ત્યારે જ ન થઈ શકે જ્યારે સરકાર કોઈ વિશેષ પગલાં ભરીને તેને રોકવાના પ્રયત્નો કરે. પરંતુ આ રાહત પણ હાલનીસ્થિતિ જોતાં કેટલાય રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા મળે તેમ લાગતું નથી.

જે રાજ્યમાં ડીઝલ પરનો ટેક્સ વધુ ત્યાં ભાવ વધારે

સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવો સમાનરૂપે લાવવાનો નિર્ણય પહેલેથી જ કરી લીધો હોવાથી બંનેની કિંમત લગભગ સમાન છે. અન્ય દેશોમાં પેટ્રોલ કરતા ડીઝલની કિંમત ઘણી વધારે રાખવામાં આવે છે. એનું કારણ એ છે તે તેમનું ઉત્પાદન ખર્ચ પેટ્રોલની સરખામણીએ થોડી વધારે હોય છે. પરંતુ ભારતમાં સરકારે અત્યાર સુધી સબસિડી અને ટેક્સ દ્વારા તેને સસ્તું રાખવાનો પ્રયાસ કરતી હતી. કારણ કે ડીઝલનો ઉપયોગ ખેતી, ટ્રાન્સપોર્ટ, વીજળી જેવા અત્યંત જરૂરી કાર્યોમાં તેની વપરાશ થાય છે. ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર પેટ્રોલની બેઝીક પ્રાઈસ 22.11 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો બેઝ પ્રાઈસ 22.93 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે, ડીઝલની કિંમત થોડી વધારે છે. જે રાજ્યમાં ડીઝલ પર ટેક્સ વધારે છે ત્યાં ડીઝલનો દર હવે વધ્યો છે. યુપી જેવા કૃષિપ્રધાન રાજ્યોમાં ડીઝલ પર વેટ ઓછો છે, તેથી હવે ત્યાં ડીઝલનો ભાવ ઓછો છે.

આગામી સમયમાં ફુગાવાથી સામાન્ય માણસોને ભારે ફટકો પડશે

છેલ્લા 18 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ. 10.48 નો વધારો થયો છે જ્યારે પેટ્રોલના ભાવમાં પણ 8.50 રૂપિયા વધી ગયા છે. જેમ જેમ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી રહી છે, આગામી સમયમાં ફુગાવાથી સામાન્ય માણસોને ભારે ફટકો પડશે. ખાસ કરીને ડીઝલનો ભાવ વધારવો વધુ નુકસાનકારક છે. ભારતમાં ડીઝલનો ઉપયોગ કૃષિ, પરિવહન જેવા આવશ્યક હેતુઓ માટે થાય છે. ડીઝલના દરમાં વધારા સાથે કૃષિ ઉત્પાદનના દરોમાં વધારો થશે અને તમામ માલનું પરિવહન ખર્ચ પણ વધશે. ટ્રકોના ભાડા વધી જવાને કારણે ફુગાવો વધવાની સંભાવના છે.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!