Last Updated on March 4, 2021 by Bansari
મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ઇંધણોથી મળનારી આવકના લક્ષ્ય પર અસર નાખ્યા વગર એક્સાઇઝ ડયુટીમાં આટલો ઘટાડો કરી શકાય તેમ છે.

જો 2021-22માં એક્સાઇઝ ડયુટી ઘટાડવામાં નહીં આવે તો તે રૂ.4.35 લાખ કરોડે પહોંચી જશે
ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની વચ્ચે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવ હાલમાં વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા નવ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. વિપક્ષો અને સમાજના કેટલાક વર્ગો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની માગ કરી રહ્યાં છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં જો કોઇ ઘટાડો કરવામાં આવતો નથી તે ૪.૩૫ લાખ કરોડ રૂપિયાએ પહોંચી જશે. જ્યારે બજેટમાં ૩.૨ લાખ કરોડ રૂપિયાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં જો રૂ. 8.5 ઘટાડવામાં આવે તો પણ રૂ. 3.2 લાખ કરોડ થઇ જશે
આ હિસાબ પ્રમાણે જો એક એપ્રિલ, ૨૦૨૧ અથવા તે અગાઉ એક્સાઇઝ ડયુટીમાં ૮.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો પણ આગામી નાણાકીય વર્ષના બજેટ અંદાજને હાંસલ કરી લેવાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૭ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮.૧૪૭ રૂપિયા છે. આ ભાવમાં ૬૦ ટકા કેન્દ્રની એક્સાઇઝ ડયુટી અને રાજ્યના વેટનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે નવેમ્બર, ૨૦૧૪થી લઇને જાન્યુઆરી, ૨૦૧૬ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં ૯ વખત વધારો કર્યો હતો.
Read Also
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
