GSTV

અધધ… 69 ટકા! હવે ભારતમાં લાગે છે પેટ્રોલ-ડિઝલ પર દુનિયામાં સૌથી વધારે ટેક્સ

Last Updated on May 6, 2020 by Alap Ramani

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂપિયા 10 અને ડીઝલ પર 13 રૂપિયા વધારો કરાયો છે. તે સાથે જ હવે પેટ્રોલ પંપ પર મળનારા પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ વધીને 69 ટકા થઈ ગયો છે. જે દુનિયામાં સૌથી વધુ છે. ભારત સિવાય ફક્ત ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુકેમાં 60 ટકાથી વધુ બળતણ વેરો છે. ફ્રાન્સ અને જર્મનીમાં ઇંધણનો છૂટક ભાવ પર 63 ટકા, ઇટાલીમાં 64 ટકા, યુકેમાં 62 ટકા, સ્પેનમાં 53 ટકા, જાપાનમાં 47 ટકા, કેનેડામાં 33 ટકા અને યુએસમાં 19 ટકા લાગે છે. ભારતમાં પણ ગયા વર્ષ સુધી ડીઝલ અને પેટ્રોલ પરનો ટેક્સ 50 ટકા સુધી સીમિત હતો.

દેશમાં કેટલો છે ટેક્સ

નોંધનીય છે કે દિલ્હી સરકારે ડીઝલ પર વેટમાં 7.1 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ પર 1.6 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. એટલે કે હવે દિલ્લીમાં જે પેટ્રોલ 71.26 રૃપિયામાં વેચાઈ રહ્યું છે તેના પર લોકો 49.42 રૂપિયા ટેક્સ ચૂકવે છે અને 69.39 રૂપિયા લિટર વેચાનારા ડીઝલ પર 48.09 રૂપિયા ટેક્સ ચૂકવે છે. આટલો બધો ટેક્સ વિશ્વના બીજા કોઈ દેશમાં નથી. મંગળવારે રાત્રે જ સરકારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂપિયા 13 અને પેટ્રોલમાં 10 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. મંગળવારે રાત્રે એક જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે ડીઝલ અને પેટ્રોલ બંને પરનો માર્ગ અને ઇન્ફ્રા સેસ લિટરે 8 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીઝલ પર પ્રતિ લિટર રૂ .5 નો અતિરિક્ત એક્સાઈઝ ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે અને પેટ્રોલ પર લિટર દીઠ 2 રૂપિયાનો વધારાનો એક્સાઇઝ ટેક્સ લગાવાયો છે. ભારતમાં ઇંધણ પર આ એક દિવસનો સૌથી મોટો વેરો છે.

 શું કહ્યુ સરકારે

જો કે સરકારે કહ્યું છે કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં, કેમ કે આ વર્ષે ક્રૂડ ઓઇલના ભાવ ઘણા ઓછા છે અને તેથી દરોમાં વધારો કરવામાં આવશે નહીં. આ વર્ષે ભારતીય બાસ્કેટ ક્રૂડ રેટમાં આશરે 64 ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બર 2019 માં ભારતીય બાસ્કેટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 65.5 ડોલર હતી, પરંતુ સોમવારે તે બેરલના માત્ર 23.38 ડોલર  ભાવ હતા. એપ્રિલમાં તે ઘટીને 19.9  ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો છતાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 69.87 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 62.58 રૂપિયા રહ્યો છે.

ખજાનો ભરવા માટે ટેક્સનો સહારો

હકીકતમાં, કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો તેમના ભંડોળને મજબૂત કરવા માટે ક્રૂડ પર ટેક્સ લગાવવાનો આશરો લે છે.  કેન્દ્ર સરકારે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં પ્રતિ લિટર રૂ. 3 નો વધારો કર્યો હતો, તેમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે જેથી ક્રૂડતેલના ઘટાડેલા ભાવનો લાભ લઈ ટેક્સ રૂપી ભંડોળ માટે ફાયદો ઉઠાવી શકાય.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!