GSTV

2.50 રૂપિયાનો વધારો થતાં જ પેટ્રોલ આ શહેરમાં લિટરે 100 રૂપિયાએ પહોંચશે : જાણી લો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કેટલી છે કિંમત

પેટ્રોલ

આજે પેટ્રોલ અને ડિઝલ ફરી વાર મોંઘુ થયું છે. આજે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉચા સ્તર પર પહોંચ્યા છે. તેલ કંપનીઓએ શુક્રવારે દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો કર્યો છે. દેશમાં મોટા શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 22 થી 25 પૈસા અને ડિઝલની કિંમતમાં 23થી 27 પૈસાનો વધારો થયો છે. હવે રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીની ઉંચા સ્તર પર પેટ્રોલનો ભાવ 85.45 રૂપિયા પ્રતિલીટર છે, જ્યારે મુંબઈમાં 92.04 રૂપિયા પ્રતિલીટર, ચેન્નઈમાં 88.07 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 86.87 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તેમજ ડિઝલની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ડિઝલ 75.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડિઝલ 82.40 રૂપિયા, કલકત્તામાં ડિઝલ 79.23 રૂપિયા અને ચેન્નઈમાં ડિઝલ 80.90 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે લગભગ 1 મહિનામાં અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ક્રમશ:  પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં 1.74 રૂપિયા અમે 1.76 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે. તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈ 19 જાન્યુઆરીએ કેન્દ્રીય પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, તેલ ઉત્પાદક દેશોમાં ઓછા ઉત્પાદનના કારણે ઈંઘણની કીંમતમાં વધારો થયો છે. મહામારીને કારણે ઓછા ઉત્પાદને માંગ અને આપુર્તિમાં અસંતુલન ઉભૂં કર્યું છે.

અન્ય પ્રમુખ શહેરોમાં પેટ્રોલની કીંમત (22 જાન્યુઆરી, 2021)

આગરા- 84.70 રૂપિયા/લીટર

અમદાવાદ – 82.79 રૂપિયા/લીટર

અલ્હાબાદ – 84.96 રૂપિયા/લીટર

ઔરંગાબાદ – 93.27 રૂપિયા/લીટર

બેંગલુરુ – 88.33 રૂપિયા/લીટર

ભોપાલ – 93.32 રૂપિયા/લીટર

ભુવનેશ્વર – 86.12 રૂપિયા/લીટર

ચંડીગઢ – 82.28 રૂપિયા/લીટર

અન્ય પ્રમુખ શહેરમાં ડીઝલની કિંમત (22 જાન્યુઆરી, 2021)

આગરા- 75.69 રૂપિયા/લીટર

અમદાવાદ – 81.45 રૂપિયા/લીટર

અલ્હાબાદ – 76.03 રૂપિયા/લીટર

ઔરંગાબાદ – 83.63 રૂપિયા/લીટર

બેંગલુરુ – 80.20 રૂપિયા/લીટર

ભોપાલ – 93.32 રૂપિયા/લીટર

ભુવનેશ્વર – 82.41 રૂપિયા/લીટર

ચંડીગઢ – 75.38 રૂપિયા/લીટર

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં નવો રેકોર્ડ

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડિઝલના સૌથી ઉંચા ભાવ જોવા મળ્યાં છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 97 રુપિયા 50 પૈસા પ્રતિ લીટર છે જે ડીઝલના ભાવ 89 રૂપિયા 18 પૈસા પહોંચ્યો છે. દેશમાં કોઇપણ ભાગમાં પેટ્રોલ-ડિઝલનો આટલો ભાવ નથી. રાજસ્થાનના આ જિલ્લામાં એકસ્ટ્રા પ્રિમિયમનો ભાવ 100ની ઉપર પહોંચી ગયો છે.

તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમતતમે SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને આઇઓસીએલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહયો છે.

દેશના 4 મહાનગરોના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 85.45 રૂપિયા અને ડીઝલ 75.63 રુપિયા પ્રતિ લિટર થઇ ગયું છે. મુંબઇમાં પેટ્રોલ 92.04 અને ડીજળ 82.40, ચેન્નાઇમાં પેટ્રોલ 88.07 અને ડીઝલ 80.90 રૂપિયા લીટર તેમજ કોલકાતામાં પેટ્રોલ 86.67 રૂપિયા અને ડીઝલ 79.23 રૂપિયા લીટર થઇ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોના બજેટ ખોરવાય ગયા છે અને લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી સમયે અચ્છે દિનની વાતો કરવામાં આવતી હતી પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોના બુરી દિન શરૂ થયા હોય તેમ જણાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુ પણ મોંઘી થવાની શકયતા છે તેથી હજુ લોકોની મૂશ્કેલી વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

ભાવ

હાલ મોંઘવારીના કારણે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી લોકોની હાલત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે લોકોને રાહત આપવી જરૂરી બની રહે છે. પેટ્રોલ-ડીઝલમાં આટલી ઉચ્ચ સપાટીએ કદાચ પહેલીવાર પહોંચ્યા હોવાનું સાંભળવા મળી રહ્યુ છે ત્યારે સરકારે લોકહિતમાં ભાવ ઘટાડો કરવો જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ ટેકસ પેટ્રોલ-ડીઝલ પર લેવામાં આવી રહ્યો છે તેથી ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ટેકસથી સરકારી તિજોરી ભરાતી હોય છે તેથી તેનો જીએસટીમાં પણ સમાવેશ કરવામાં આવતો નથી. પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવા વારંવાર વિરોધ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે પરંતુ સરકારની આવક ઘટી જાય તેમ હોય તેથી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.

પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવે તો ભાવ ઘટવાની પણ શકયતા છે તેમ જાણકારોમાં ચર્ચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, એક માસ પૂર્વે પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૮ર.૬૧ અને ડીઝલના રૂ. ૮૧.૦૪ હતાં. એક માસમાં આશરે દોઢ રૂપિયાનો વધારો નોંધાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. મંદી અને મોંઘવારીમાં લોકો ઘરનુ ગુજરાન માંડ માંડ ચલાવે છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હજુ મોંઘવારી વધશે તેમ જણાય રહ્યુ છે. જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ સતત વધી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પેટ્રોલ-ડીઝલ હાલ જીવન જરૂરી થઈ ગયા છે અને તેના વગર વાહન ચાલકોને ચાલે તેમ નથી ત્યારે ભાવવધારાથી લોકોમાં દેકારો મચી ગયો છે.

READ ALSO

Related posts

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada

રેલીઓ ભારે પડી/ 33 દિવસ બાદ કોરોનાના કેસોએ 400નો આંક વટાવ્યો, ગુજરાતમાં ફરી વધી શકે છે કરફ્યુનો સમય

Pravin Makwana

શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!