GSTV

કોરોના કાળમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો યથાવત, અમદાવાદમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું,

પેટ્રોલ

Last Updated on June 19, 2021 by Damini Patel

કોરોના કાળમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો યથાવત્ રહ્યો છે. દેશમાં શુક્રવારે ફરી એક વખત ઈંધણના ભાવમાં વધારાના પગલે મુંબઈ અને હૈદારાબાદ પછી બેંગ્લોર ત્રીજું મેટ્રો હતું, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર ગયો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૨૮ પસાનો વધારો કર્યો હતો.

ઈંધણના ભાવ નવી ઐતિહાસિક ટોચે

પેટ્રોલ

દેશમાં સાત સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૬મી વખત વધારાના પગલે ઈંધણના ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૬.૯૩ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૯ થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૨૬ પૈસા વધીને રૂ. ૯૩.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૩૧ પૈસા વધીને રૂ. ૯૪.૩૯ થયો હતો. કર્ણાટકના કેટલાક જિલ્લામાં અગાઉથી જ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો હતો. જોકે, પાટનગર બેંગ્લોરમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦.૧૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૯૭ છે. દેશમાં ૨૬ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલ રૂ. ૬.૫૩ અને ડીઝલ રૂ. ૬.૯૬ મોંઘાં થયા હતા.

આ રાજયોમાં પેટ્રોલ 100ને પાર

પેટ્રોલ

દેશમાં સાત સપ્તાહથી થઈ રહેલા વધારાના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં ઈંધણના ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયા છે. રાજ્યોમાં વેટ અને સ્થાનિક ફ્રેઈટ ચાર્જીસ અલગ અલગ હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ હોય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં પાકિસ્તાનની સરહદ નજીક શ્રીગંગાનગર જિલ્લામાં સૌથી મોંઘા હોય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલે સૌપ્રથમ શ્રીગંગાનગરમાં રૂ. ૧૦૦ની સપાટી કૂદાવી હતી. હાલ અહીં પેટ્રોલની કિંમત રૂ. ૧૦૮.૦૭ અને ડીઝલની કિંમત રૂ. ૧૦૦.૮૨ છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલે ફેબુ્રઆરીની મધ્યમાં રૂ. ૧૦૦ની સપાટી વટાવી હતી. લેહમાં પેટ્રોલે રૂ. ૧૦૦ની સપાટી કુદાવી દીધી હતી જ્યારે શ્રીનગરમાં શુક્રવારે પેટ્રોલના ભાવ રૂ. ૧૦૦ને પાર પહોંચ્યા હતા. શ્રીનગરમાં આઈઓસીના પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯.૯૯ છે જ્યારે એચપીસીએલના પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦.૦૪ થયો છે.

Read Also

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!