GSTV

આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં 13 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 13 પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની  કિંમત 83 રૂપિયા પ્રતિ લીટર જ્યારે કે ડીઝલની કિંમત 74.24 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતે 90 રૂપિયાની સપાટી વધારી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.35 રૂપિયા પ્રતિ લીટર જ્યારે કે, ડીઝલની કિંમત 78.82 રૂપિયા પ્રતિ લીટર છે.  દેશના અન્ય મહાનગરોમાં કોલકત્તા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોધાયો છે. મહત્વનું છે કે, આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો  નોંધાઈ રહ્યો છે.

 

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!