GSTV

સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

પેટ્રોલ

Last Updated on September 17, 2021 by Bansari

દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં 45મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે. જીએસટી બેઠકમાં અંસખ્ય ચીજોના ટેક્સની સમિક્ષા કરવામાં આવશે. 11 જેટલી કોવિડ 19ની દવાઓ પર ટેક્સની છૂંટ આપવાની વિચારણા થઈ શકે છે.જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપોને રેસ્ટરન્ટમાં ગણતરી કરી 5 ટકા ટેક્સ લગાવી શકાય છે.

GST

શું સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ?

પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીની અંદર સમેલ કરવાની વિચારણમાં બેઠકમાં થઈ શકે છે. જો કાઉન્સિલમાં આ બાબતે સમજૂતી થાય તો આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. અત્યારે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ મળી રહ્યું છે. નાણાંપ્રધાન નર્મલા સીતારામની અધ્યક્ષતામાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ અને કેન્દ્ર સરકારના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે. જો કે, આ મુદ્દો સાર્વજનિક કરવામાં આવેલી બેઠકના એજન્ડામાં સામેલ નથી. કોર્ટે સરકારને આ મુદ્દે વિચાર કરવા કહ્યું હતું. જીએસટી પ્રણાલીમાં કોઈપણ ફેરફાર માટે ત્રણ-ચતુર્થાંશ સભ્યોની સંમતિ જરૂરી છે. જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ સાથે આવક પેદા કરવાનો મહત્વનો સ્રોત કેન્દ્ર સરકાર પાસે જશે.

પેટ્રોલ

100 રૂપિયાથી ઉપર પેટ્રોલ

હાલમાં, વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સનો દર અલગ છે. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તેના પર સમગ્ર દેશમાં સમાન રીતે ટેક્સ લાગશે. તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. તાજેતરના મહિનાઓમાં, તેમની કિંમત રેકોર્ડ સુધી પહોંચી છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગયું છે જ્યારે ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે.

Read Also

Related posts

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata

ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની, સમરસ અને યુનિ.ની હોસ્ટેલ શરૂ ન થતા વિદ્યાર્થીઆે મુશ્કેલીમાં

pratik shah

ખુશખબર-ખુશખબર: શિક્ષણમંત્રીએ દિવાળી વેકેશન મામલે કરી મોટી જાહેરાત, 13 દિવસ નહીં હવે આટલા દિવસ માણો રજા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!