GSTV
Home » News » પેટ્રોલ અને ડિઝલના ભાવ વધશે, ક્રૂડ ઓઈલ પાંચ મહિનાની ઉંચી સપાટીએ

પેટ્રોલ અને ડિઝલના ભાવ વધશે, ક્રૂડ ઓઈલ પાંચ મહિનાની ઉંચી સપાટીએ

આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારના રોજ સતત બીજા દિવસે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી હતી, તેમજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૭૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો હતો, જો કે નવેમ્બર પછીનું આ સૌથી ઊંચ સ્તર છે. આમ આ ક્રૂડ ઓઈલના ભાવે પાંચ મહિનાની ઊંચ સપાટી નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે ભારતીય વાયદા બજાર એમસીએક્સ પર પણ સાંજના કામકાજ દરમિયાન ક્ડ ઓઈલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો.

કોમોડિટી વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થયેલો વધારોએ વિશ્વમાં સૌથી મોટો ક્રૂડ ઓઈલનો વપરાશકાર દેશ ચીનમાં ઓઈલની માંગમાં વધારો થવાની અપેક્ષાએ છે. ભારત તેના કુલ વપરાશનો ૮૦ ટકા હિસ્સો આયાત કરે છે. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા પાંચ મહિનાની ઊંચ સપાટીએ પહોંચ્યા છે. 

ઇન્ટરનેશનલ ફ્યુચર્સ માર્કેટમાં જૂન ડિલિવરી ક્રૂડ ઓઈલ ફ્યુચર્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ(આઇસીઈ) પર ભાવ ૦.૪૫ ટકા વધીને ૭૨.૦૪ ડોલર પ્રતિ બેરલની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ ૭૨.૨૮ ડોલર પ્રતિ બેરલ જેટલો વધ્યો હતો. આ અગાઉ ૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ બ્રેન્ટ ક્ડ ઓઈલનો ભાવ આઈસીઈ પર ૭૩.૦૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યો હતો.

અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટનો મે કરાર ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેન્જ(નાયમેક્સ) ખાતે ૦.૫૩ ટકાની તેજીએ ૬૪.૩૯ ડોલર પ્રતિ બેરલ જેટલો જોવા મળ્યો હતો, જ્યારે આ અગાઉ ભાવ ૬૪.૫૮ ડોલર પ્રતિ બેરલ જેટલો રહ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અગાઉના કેટલાક દિવસો દરમિયાન ઉતાર-ચઢાવને કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધ-ઘટ જોવા મળી રહી હતી. પરંતુ મોટોભાગે ભાવમાં વધારો જ જોવા મળી રહ્યો હતો.

Read Also

Related posts

હવે રેલવેનું ખાનગીકરણ : કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું

Mayur

6 બેંકોને મળી ક્રિસમસ ગિફ્ટ : ડૂબી ગયેલા 42,000 કરોડ મળશે રિટર્ન, નવો રેકોર્ડ સર્જાશે

Mayur

મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!