GSTV

પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગેલી આગ બેકાબુ, સતત 21માં દિવસમાં પેટ્રોલ 9.12 રૂ મોંઘુ થયું

ટેક્સ

Last Updated on June 27, 2020 by Bansari

સમગ્ર દેશમાં છેલ્લા 21 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. નવા ભાવ મુજબ દેશભરમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા તો ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો ઝીંકાયો છે.

પેટ્રોલમાં 25 પૈસા તો ડીઝલમાં 21 પૈસાનો વધારો

આજે દેશમાં સતત 21 દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી પ્રાઇસ નોટિફિકેશન અનુસાર પેટ્રોલ લિટરે 25 પૈસા તો ડીઝલ લિટરે 21 પૈસા મોંઘુ થયુ છે. 21 દિવસમાં ડીઝલ લિટરે 11 રૂપિયા મોંઘુ થયુ છે. તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થયુ છે.

ઇન્ડિયાન બાસ્કેટમાં ક્રૂડની કિંમત 42 ડોલરની આસપાસ

મહત્વનુ છે કે ઇન્ડિયાન બાસ્કેટમાં ક્રૂડની કિંમત 42 ડોલરની આસપાસ ચાલી રહી છે. ક્રૂડના ભાવ આટલા ઓછા હોવા છતા એકસાઇઝ ડ્યૂટી અને અન્ય વેરાને કારણે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો નથી થયો. ઉપરાંત ઓઇલ કંપનીઓ પણ પોતાનો નફો જળવાઇ રહે તે માટે દૈનિક ધોરણે વધારો કરી રહી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ એેંશીની પાર પહોંચી ચૂક્યા છે.

ગઈકાલે પણ ઝીંકાયો હતો ભાવવધારો

જયારે ગઈકાલે, એક લિટર પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 79.92 રૂપિયાથી વધીને 80.13 રૂપિયા થઇ ગયો હતો. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 80.02 રૂપિયાથી વધીને 80.19 થયો હતો.

સપ્ટેમ્બર 2018 બાદ પહેલી વાર પેટ્રોલ રૂ.80ને પાર

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર, 2018માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાનો પાર થયો છે. ડીઝલના ભાવમાં સતત 21મા દિવસે ભાવવધારો કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા ત્રણ સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં 20 વખત વધારો કરવામાં આવ્યો છે.

વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભિન્ન

ઓઇલ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસમાન ફેરફાર કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન જોવા મળે છે.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!