GSTV

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો, જનતાની કરાઈ રહી છે મજાક

Last Updated on July 30, 2019 by Alap Ramani

પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે આંગળીના વેઢે ગણાય તેટલા ભાવનો ઘટાડો કરીને જનતાની મજાક કરવામાં આવી રહી હોય તેમ લાગે છે.

આજે દિલ્હી, કોલકતા મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતોમાં છ પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં પ્રતિલીટર પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં માંડ 14 પૈસાનો ભાવ ઘટાડીને પ્રજાની મજાક કરવામા આવતો હોય તેમ લાગી રહ્યુ છે.

કર્ણાટક ચૂંટણી બાદ સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો.જોકે બુધવારે તેના ભાવમાં પહેલી વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.પરંતુ પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો કરવામાં આવતા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા અને સોશિયલ મીડિય પર મજાક થઈ હતી.

આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 78 રૂપિયા 29 પૈસા છૈ. તો ડીઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 86.10 રૂપિયા અને ડીઝલની કિંમત 73.67 રૂપિયા પ્રતિલીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમા ભલે ક્રુડ ઓઈલની કિંમતો ઘટી રહી હોય.પરંતુ તેનો ફાયદો હજુ પણ લોકોને પૂરી રીતે આપવામાં આવતો નથી. 23 મેના દિવસે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાંથી રાહત આપવા માટે લાંબાગાળાના સમાધાન પર કામ કરી રહી છે. સરકારે ઉતાવળે કોઈ નિર્ણય નહી લેવાય તેવુ પણ કહ્યુ હતું.

Related posts

દમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન

Bansari

મેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો

Bansari

અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!