GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ-ડીઝલની કિંમતો તમને આગની જેમ દઝાડશે, રિપોર્ટ જોઈને વાહન ચલાવવાનું ઓછુ કરી નાખશો

Last Updated on February 20, 2019 by

આંતર રાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં એક સપ્તાહમાં પાંચ ડોલર પ્રતિ બેરલનો વધારો થયા પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે. લગભગ એક મહિનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી છે. અમેરિકા-ચીન વ્યાપાર યુદ્ધ સમાપ્ત થવાની આશાએ, ઓપેક દેશો સપ્લાય ઘટાડાથી, ઈરાન અને વેનેઝુએલા અમેરિકા દ્વારા લદાયેલા પ્રતિબંધના કારણે ક્રૂડ ઓઈલમાં તેજી થઈ રહી છે.

મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ ૭૧ અને ૬૬.૧૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો. ૧૦ ફેબ્રુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ ૭ર પૈસા અને ૬૧ પૈસાનો વધારો થઈ ચૂક્યો છે. સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ ડિઝલના સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં રાખી દર ૧પ દિવસની એવરેજના હિસાબે એકચેન્જ ભાવ બદલે છે. કંપનીઓ ભાવની સમીક્ષામાં ૧પ દિવસના ડેટાનો ઉપયોગ કરે છે.

જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલની કિંમતોમાં વધારો-ઘટાડો થાય તો સ્થાનિકમાં બજારમાં એજ પ્રમાણે બદલી શકાય. ક્રૂડ ઓઈલની તેજીથી રૂપિયા પર પણ દબાણમાં વધારો થાય છે. કારણ કે ભારત ૮૦ ટકા ઓઈલની આયત કરી રહ્યું છે. \પિયો એક સપ્તાહમાં ડોલરની સરખામણીમાં ૭૦ પૈસા નબળો થઈને ૭૧.૩૯ની સપાટીએ આવી ગયો છે. ઈન્ટરનેશનલ પેટ્રોલ અને ડીઝલ ભાવ મોટાભાગે ક્રૂડઓઈના ભાવ ટ્રેન્ડને અનુસરતા હોય છે. તેમ છતાં, માંગ અને પુરવઠાનાં ફોમ્યુલા પણ અસર કરે છે.

સોમવારે ક્રૂડ ઓઈલની કિંમત નવેમ્બર ર૦૧૮ પછી સૌથી વધુ ઊંચી સપાટી ૬૬.૦૭ ડોલર પ્રતિ બેરલ પર હતી, પરંતુ થોડા કલાકોમાં જ ભાવ ૬૬.૦૮ ડોલર પર આવી ગયા હતા. અમેરિકા અને ચી વચ્ચે જલ્દી વ્યાપાર સંબંધો સુધરવાની આશાએ સોમવાર ઓઈલભાવમાં વધારો નોંધાયો હતો. આ બંને દેશોના વ્યાપાર સંબંધોના કારણે ક્રૂડ ઓઈલની માંગ ઓછી થઈ ગઈ હતી. વેનેઝુએલા અને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધના કારણે પણ કાચા તેલનો પુરવઠો વિશ્વભરમાં પ્રભાવીત થયો હતો. જે પહેલેથી જ પ્રમુખ તેલ ઉત્પાદોએ ઘટાડાથી ઓછું થઈ ગયું હતું.

સાઉદી અબરની આગેવાની ધરાવતું ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટીંગ કંટ્રીઝ (ઓપેક) અને રશિયા ગયા વર્ષે ૧ર લાખ બેરલ પ્રતિ દિવસ આઉટપુટ ઘટાડે છે, જેથી સપ્લાઈ અને ડીમાંડમાં માંગ સરભર બની રહે બીજુ બાજુ અમેરિકાએ ભારત સહિત વિશ્વભરની રિફાઈનરીઓ પર વેનેઝુએલાથી કાચું તેલ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારી રિફાઈનરી વેનેઝુએલાથી ઘણી ઓછી ક્રૂડની ખરીદી કરે છે, પરંતુ નાયરા એનર્જી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રાઈવેટ રિફાઈનરીઝ આ લેટીન અમેરિકાના દેશથી મોટા જથ્થામાં ખરીદી કરે છે. અમેરિકાના પ્રતિબંધથી તેમના વેપાર પર વ્યાપક અસર પડી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!