કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હોવાથી સ્વાસ્થ્ય સંબંિધત અનેક પડકારો સહિત વિશ્વમાં ક્રૂડ ઓઈલની માગ પણ અડધી થઈ જવાની આશંકા સેવાઈ રહી છે. હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતી ભૌગોલિક રાજકીય તંગદીલીના કારણે ક્રૂડ ઓઈલની માગમાં ઘટાડો થયો છે. એવામાં કોરોના વાઈરસના ભયે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

એસએન્ડપી ગ્લોબલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્વમાં વાઈરસ વધુ ફેલાય તો ક્રૂડ ઓઈલની માગ ફેબુ્રઆરી 2020માં વાર્ષિક ધોરણે 42 ટકા ઘટીને દૈનિક 7.7 લાખ બેરલ થઈ શકે છે, હાલ ફેબુ્રઆરી 2020માં ક્રૂડ ઓઈલની માગ દૈનિક 13.3 લાખ બેરલ રહેવાનો અંદાજ છે. એસએન્ડપી ગ્લોબલ પ્લેટ્સે જણાવ્યું હતું કે સૌથી ખરાબ પરિસ્થિતિમાં વિશ્વની માગ વૃદ્ધિ મે મહિના સુધી નકારાત્મક રહી શકે છે જ્યારે સૌથી સારા સંજોગોમાં માર્ચ મહિનામાંતે બાઉન્સ બેક થઈ શકે છે.

જોકે, વર્તમાન સમયમાં સૌથી ખરાબ સમયમાં ક્રૂડ ઓઈલની માગ ઘટવાની શક્યતા વધુ છે. સૌથી સારા સમયમાં ક્રૂડ ઓઈલની માગ ત્રણ મહિનાના હુંફાળા શિયાળાની અસરને સમાન રહી શકે છે. કોરોના વાઈરસના કારણે નાણાકીય બજારો મંદી તરફ ધકેલાયા છે. ભૂતકાળમાં વાઈરસનો રોગચાળો ફાટી નીકળવાના અનુભવો પર નજર કરીએ તો તે સૂચવે છે કે આ ઘટનાઓ પછી નાણાકીય બજારો ઝડપથી બાઉન્સ બેક કરતા હોય છે તેમ રોબોબેન્ક ઈન્ટરનેશનલના એક નિષ્ણાતે જણાવ્યું હતું. જોકે, ક્રૂડ ઓઈલ ઘટવાનું એક મહત્વનું કારણ વાઇરસના ભયના કારણે પ્રવાસન ક્ષેત્ર પર ગંભીર અસર પડવાનું છે.

આ વાઇરસના કારણે બ્રિટિશ એરવેઝ, લુફૃથાન્સા, અમેરિકન એરલાઈન્સ, યુનાઈટેડ એરલાઈન્સ, સ્વીસ ઈન્ટરનેશનલ એર લાઈન્સ અને ઓસ્ટ્રેલિયન એરલાઈન્સ, એર ઈન્ડિયા એરલાઈન્સ સહિત અનેક મહત્વની વિમાની કંપનીઓએ ચીન જતી તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે અથવા અટકાવી દીધી છે. ભારત, અમેરિકા અને યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં 7,711 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે જ્યારે ચીનમાં કુલ મૃત્યુઆંક દરરોજ સતત વધી રહ્યો છે.

સૌથી ખરાબ સંજોગોને ધ્યાનમાં લઈએ તો ફેબુ્રઆરીમાં ચીનમાં સંપૂર્ણ પરીવહન વ્યવસૃથા પડી ભાંગી છે. 23 ટકા જેટલી પ્રવાસી ટ્રીપ્સ અને માલ-ભાડા ટ્રીપ્સ રદ કરાઈ છે. એક અંદાજ મુજબ ફેબુ્રઆરી 2020માં ચીનના હવાઈ ઉદ્યોગની માગમાં 50 ટકા જેટલો ઘટાડો થશે. કોરોના વાઈરસનો રોગચાળો એવા સમયે ફાટી નીકળ્યો છે જ્યારે વર્ષ 2020માં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો સૌથી નીચલા સ્તરે પહોંચ્યા છે અને બંને દેશોએ દબાણ અભિયાનો ચાલુ રાખ્યા છે. અમેરિકામાં નવેમ્બર 2020માં યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલાં બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ઠંડો પડે તેવી શક્યતા ઓછી છે.
READ ALSO
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત
- સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી
- Adipurush/ પ્રમોશનલ ઈવેન્ટમાં જ નિર્માતાઓએ કર્યો કરોડોનો ખર્ચ
- Facebook, Instagram પર ચૂકવણી કરીને બ્લુ ટિક મેળવી શકાશે, ભારતમાં વેરિફાઈડ એકાઉન્ટ સેવા શરૂ