GSTV
India News ટોપ સ્ટોરી

મોંઘવારીનો ડબલ અટેક/ આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો, CNG પણ મોંઘુ; જાણો તાજા કિંમત

ડીઝલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી 80-80 પૈસાનો વધારો થયો છે. ચાર મહિનાથી વધુના અંતર પછી 22 માર્ચ એટકે મંગળવારે પહેલી વખત આ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે પછી છેલ્લા 16 દિવસની અંદર 14મી વખત ઇંધણ મોંઘુ થયું અને અત્યાર સુધી પેટ્રોલ-ડિઝકળ 10 રૂપિયાથી વધુ મોંઘુ થયું છે. ત્યાં જ આજે એક વખત ફરી સીએનજીના ભાવમાં પણ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ

  • એક લીટર પેટ્રોલ – 105 રૂપિયા 41 પૈસા
  • એક લીટર ડીઝલ – 96 રૂપિયા 67 પૈસા
  • આજે દિલ્હીમાં CNGની કિંમત 66.61 રૂપિયા પ્રતિ કિલો છે
  • મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 117 રૂપિયા 57 પૈસા

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતમાં 85 પૈસાનો વધારો થયો છે, જે બાદ મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 8.9 રૂપિયા થઈ ગઈ છે.

CNG

નોંધનીય છે કે ઇંધણના ભાવ નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી સ્થિર હતા, જે દરમિયાન કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. OMCs વિવિધ પરિબળોના આધારે પરિવહન ઇંધણના ખર્ચમાં ફેરફાર કરે છે. અંતિમ કિંમતમાં આબકારી જકાત, મૂલ્યવર્ધિત કર અને ડીલરનું કમિશન સામેલ છે.

ભારત 85 ટકા આયાત પર નિર્ભર છે

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક ટેક્સના આધારે તેમની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા વધારાને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે 9-12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જરૂરી છે. ભારત પોતાની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે 85 ટકા આયાત પર નિર્ભર છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

Binas Saiyed

આસામ પૂર/ આસામમાં પૂરથી 33 લાખ લોકો પ્રભાવિત, હજારો લોકો હાઇવે કિનારે તંબુ બનાવી રહેવા મજબુર

Damini Patel
GSTV