GSTV
Home » News » સતત સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, આજે ધટાડાના નામે આટલી મોટી લોલીપોપ

સતત સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, આજે ધટાડાના નામે આટલી મોટી લોલીપોપ

સતત દસ દિવસ સુધી ભાવ વધ્યા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૬ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ થી ૭ પૈસાનો ઘટાડો થયો છે.

આ અગાઉ બુધવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મે પછી પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

આ અગાઉ ૧૮ મેના રોજ પેટ્રોલના ભાવમાં જ્યારે ૧૪ મેના રોજ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.  ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો કર્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇમાં ડીઝલ છ પૈસા પ્રતિ લિટર જ્યારે ચેન્નાઇમમાં સાત પૈસા સસ્તું થયું છે.

આજના ઘટાડા પછી પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૧.૮૦ રૃપિયા, કોલકાતામાં ૭૩.૮૬ રૃપિયા, મુંબઇમાં ૭૭.૪૧ રૃપિયા અને ચેન્નાઇમાં ૭૪.૫૩ રૃપિયા થઇ ગયો છે. આજના ઘટાડા પછી ડીઝલનો ભાવ દિલ્હીમાં ૬૬.૬૩ રૃપિયા, કોલકાતામાં ૬૮.૩૯ રૃપિયા, મુંબઇમાં ૬૯.૮૨ રૃપિયા અને ચેન્નાઇમાં ૭૦.૪૩ રૃપિયા થઇ ગયો છે.

Read Also

Related posts

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન સામે ફરી એક વખત ભારતની બહુ મોટી જીત

Mansi Patel

શું આંતરરાષ્ટ્રીય કોર્ટનાં ચુકાદા બાદ કુલભૂષણ જાધવ માદરે વતનમાં વાપસી કરી શકશે?

Riyaz Parmar

ઉડતા વિમાનમાં બાળકને દૂધ પીવડાવતી માતા સાથે એવું થયું કે તમે જાણીને દંગ રહી જશો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!