GSTV

ફટકો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા ન રાખતા, આટલા રૂપિયા સુધીનો થઇ શકે છે વધારો

પેટ્રોલ

Last Updated on September 20, 2021 by Zainul Ansari

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાન પહોંચ્યા છે. સામાન્ય લોકો અને વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે ઉંચા ટેક્સના કારણે દેશમાં તેલના ભાવ વધારે છે. આવી સ્થિતિમાં હવે સામાન્ય લોકોને વધુ એક ફટલો લાગી શકે છે. કાચા તેલના બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ સોમવારે 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી પહોંચી ગયો. તે ગ્રાહકો માટે ચિંતાની વાત છે કારણ કે જો ક્રૂડ ઓઇલ મોંઘુ થાય છે તો આગામી સમયમાં તેલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થઈ શકે છે.

પેટ્રોલ

આસમાને પહોંચી ક્રૂડ ઓઇળની કિંમત

આ અઠવાડિયે ક્રૂડ ઓઇલ 75.34 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. જ્યારે એક મહિના પહેલા તે 69.03 ડોલર હતો. આમ તેમા 9.1 ટકાનો વધારો થયો છે. હકીકતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડા અને રસીકરણની વધતી રફતારના કારણે આર્થિક ગતિવિધિ ફરી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઓઇલની માંગમાં પણ વધારો થયો છે, જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ

સરકારી તેલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. ગત અઠવાડિયે પેટ્રોલના ભાવ 13થી 15 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 14-15 પૈસાનો ઘટાડો થયો હતો. પરંતુ અત્યારે પણ પ્રમુખ શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી ઉપ છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 101.19 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 107.26 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.19 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 101.62 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 91.71 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ચેન્નઈમાં પણ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લિટર છે.

GSTના દાયરામાં નહીં આવે પેટ્રોલ-ડીઝલ

ઉલ્લેખનીય છે કે જે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા તેઓ તાજેતરમાં નિરાશ થયા હતા. GST કાઉન્સિલની બેઠક બાદ સ્પષ્ટ થયું કે હાલમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે નહીં.

Read Also

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!