GSTV
Gujarat Government Advertisement

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે આ દેશ પર સૌની મીટ મંડરાયેલી, અહીંથી પ્રતિબંધો હટે તો મળી શકે મોટી રાહત

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

પેટ્રોલ હવે દેશના જુદા-જુદા ભાગોમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લદાખ સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ .100 ને પાર કરી ગયું છે. તે જ સમયે, મુંબઈમાં એક લિટર પેટ્રોલ હવે 100નો આંકડો વટાવી ગઇ છે. ત્યારે જો ઇરાન ઉપરથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દૂર થાય તો ભારતમાં લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલા વધારાથી રાહત મળી શકે તેમ છે.

Crude oil

….તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી શકે

સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. નિષ્ણાંતો મુજબ જો ઇરાન પર લાગેલા પ્રતિબંધો નહીં હટે તો આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી શકે છે. જે હાલમાં 71 ડોલર પ્રતિ બેરલ છે.

યુરોપીયન દેશોમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે.. જેનાથી અહીં પેટ્રોલિયમ પદાર્થોની માંગમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલની કિંમતો બે વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગઇ. તેવામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો હજુ પણ વધવાની સંભાવના છે.

crude oil

ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઇલની વિદેશમાંથી આયાત કરે છે

ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઇલની વિદેશમાંથી આયાત કરે છે. વર્ષ 2019 પહેલાં ભારત ઇરાનનો સૌથી મોટો ગ્રાહક હતો. ઇરાનના ક્રૂડ ઓઇલના ઘણા ફાયદા છે. જેમાં ટૂંકો ટ્રાવેલ રૂટ અને માલભાડુ સસ્તું પડે છે. એટલું જ નહીં ભારત ઇરાન સાથે ક્રૂડનો વેપાર રૂપિયામાં કરે છે. જ્યારે કે બાકીના દેશો સાથે ક્રૂડનો વેપાર ડોલરમાં કરવો પડે છે. તેવામાં ડૉલર મોંઘો થવાથી ભારતને ક્રૂડ ઓઇલ માટે વધુ નાણાં ચૂકવવા પડે છે.

જાણકારોનું કહેવું છે કે આગામી સપ્તાહે ઇરાન પર લાગેલા પ્રતિબંધોને લઇને મીટિંગ છે. તેવામાં જો ઇરાન પર લાગેલા પ્રતિબંધો હટશે તો ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને 60થી 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો અમેરિકા ઇરાન પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલાશ મુકશે તો ભારત ફરીથી ઇરાનમાંથી ક્રૂડની આયાત શરૂ કરી શકે છે. વર્ષ 2019થી ઇરાનમાંથી ક્રૂડની આયાત બંધ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

Zainul Ansari

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!