GSTV
Business India News ટોપ સ્ટોરી

અચ્છે દિન બતાવાના ચક્કરમાં લોકોને કંગાળ કરી નાખ્યા/ પેટ્રોલ ડીઝલ મોંઘુ છે એટલું મોંઘુ નથી, 45 રૂપિયાના પેટ્રોલ ઉપર 57નો ટેક્ષ વસૂલે છે સરકાર

લોકોને સૌથી વધુ પીડા આપતી સમસ્યા મોંઘવારી છે અને મોંઘવારીમાં પણ જેનો ભોગ ગરીબ-તવંગર દરેક બને છે તે પેટ્રોલ ડીઝલના ભાવ છે ત્યારે આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ ડીઝલ આંતરરાષ્ટ્રીય બજારમાં જ મોંઘા થયા એટલે લોકોને તે મોંઘુદાટ નથી મળતું પરંતુ પ્રતિ લિટર રૂ।.45ના ભાવે દેશમાં પડતર થતા પેટ્રોલ ઉપર રૂ।.57નો જંગી ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસુલતી હોવાથી તે મોંઘુથયાનું જાણવા મળ્યું છે. 

આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ હાલ ચાલે છે તે મૂજબ ભારતની ઓઈલ કંપનીઓને પેટ્રોલ રૂ।.46 અને ડીઝલ રૂ।.46 આસપાસ પડતર થાય છે. તેના પર બેઝીક એક્સાઈઝ ડયુટી તો માત્ર દોઢ-બે રૂ।. જ હોય છે. પેટ્રોલ વેચતા ડીલરોને કમિશન પેટ્રોલમાં રૂ।.3.30 હોય છે.

પેટ્રોલ

આ મૂજબ પેટ્રોલ-ડીઝલ રૂ।.50માં પડતર થાય અને તેમાં બેઝીક ડયુટી,કમિશન પણ આવી જાય! છતાં તેના ભાવ રૂ।.100ને પાર કેમ થયા? કારણ કે કેન્દ્ર સરકારે તેના પર વધારાની એક્સાઈઝ ડયુટી, સેસ તો રાજ્ય સરકારોએ વેટ સહિતના વેરા ઝીંકી દીધા છે જે મૂળ કિંમત કરતા 100 ટકાથી પણ વધુ છે.

મહત્તમ જી.એસ.ટી.28 ટકા હોય પણ અહીં તો 100 ટકાથી વધુ ટેક્સ છે અને તે કારણે જ ઈંધણને જી.એસ.ટી.માં સમાવાતું નથી.  અગાઉ ક્રૂડના ભાવ સાવ તળિયે ગયા ત્યારે તો આ વધારાની ડયુટી લોકોએ સહી લીધી પરંતુ, હવે ક્રૂડના ભાવ પણ વધવા છતાં સરકારોને લોકોની જાણે કે દયા જ આવતી નથી અને વધારાયેલી એક્સાઈઝ ડયુટીથી અબજો રૂ।.કમાઈ લીધા પછી પણ હાલ ડયુટી પરત ખેંચાતી નથી. 

પેટ્રોલ

જૂન-2020માં કે જ્યારે કોરોનાનો આરંભ કાળ હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ રૂ।.67, ડીઝલ રૂ।.65 પ્રતિ લિટર હતું. આજે પેટ્રોલ રૂ।.102ને પાર થયું છે અને ડીઝલ પર તેની સમાંતર છે. 16 માસમાં રૂ।.35નો તોતિંગ વધારો તેના પર કોરોના કાળમાં પણ પ્રતિ લિટર રૂ।.10 લેખે વધારાયેલી એક્સાઈઝ ડયુટીના કારણે છે. 

ગત  મે માસથી આજ સુધીમાં જ  પેટ્રોલઅને ડીઝલ બન્નેમાં રૂ।.14થી વધુ વધારો કરી દેવાયો છે.  માત્ર રાજકોટવાસીઓ સરકારને પેટ્રોલ ડીઝલ પર રોજના આશરે રૂ।.અઢી કરોડનો ટેક્સ ચૂકવે છે. દેશભરમાં જ્યાં સુધી આ ટેક્સના દર નહીં ઘટે  તો મોંઘવારી વધુ ભીષણ બનવાના એંધાણ વર્તાય છે.

READ ALSO

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV