GSTV
Home » News » બેલેટ પેપરથી ફરી લોકસભા ચૂંટણી કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં કરાઈ અરજી

બેલેટ પેપરથી ફરી લોકસભા ચૂંટણી કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં કરાઈ અરજી

હાલમાં જ પુરી થયેલી લોકસભાની ચૂંટણીને રદ્દ કરવા માટે  સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં વકીલ એમ એલ શર્માએ અરજી દાખલ કરતાં લોકસભા ચૂંટણી રદ્દ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ હતુકે, રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ હેઠળ ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી જ થઈ શકે છે.

તેના માટે તેમણે માંગ કરી છેકે, આ ચૂંટણી પરિણામોને ફગાવી દેવામાં આવે અને બેલેટ પેપર દ્વારા નવી ચૂંટણી કરાવવામાં આવે, શર્માએ અરજી પર તત્કાલ સુનાવણી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણી હાલમાં જ સંપન્ન થઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 303 સીટો જીતીને એક વાર સત્તામાં આવી ગઈ છે.

જ્યારે કોંગ્રેસ પાર્ટી ફક્ત 52 સીટોમાં જ સમેટાઈ ગઈ હતી. લોકસભા ચૂંટણી પહેલાં અને લોકસભા ચૂંટણી બાદ વિપક્ષી પાર્ટીઓ સતત EVMને લઈને સવાલો ઉભા કરી રહી છે. હાલમાં જ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ EVMની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરી હતી.

તેમણે કહ્યુ હતુકે, અમે મશીન નથી ચલાવતા. અમારી માંગ છેકે, કાગળના મતપત્ર વાળા યુગમાં પાછા જઈએ. અમે એક આંદોલન શરૂ કરીશું અને તે બંગાળથી શરૂ થશે. મમતા બેનર્જીએ કહ્યુ હતુકે, હું બધા જ વિપક્ષોને કહીશ કે, સાથે આવે અને બેલેટ પેપર વાપસીની માંગ કરે. અમેરિકા જેવા દેશોમાં પણ EVM પર પ્રતિબંધ લાગેલો છે. તેમણે કહ્યુ હતુકે, લોકતંત્ર બચાવો, અમને EVM જોઈતા નથી. બેલેટ પેપર પર પાછા જાઓ. EVM ઉપર એક તથ્ય તપાસ સમિતિ બનવી જોઈએ.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!