GSTV
India News Trending ટોપ સ્ટોરી

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

માનહાનિના કેસમાં સુરતની કોર્ટ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની બે વર્ષની જેલની સજાને પડકારતી અરજી તૈયાર છે અને તે ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે.

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

આ માહિતી આપતા સૂત્રો જણાવે છે કે, સૂરતની સેશન્સ કોર્ટમાં આગામી એક બે દિવસમાં અરજી દાખલ કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું છે કે, હવે લડાઇ કાનૂની રીતે થશે જ. પરંતુ સાથે, રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ જશે.

Rahul Gandhiને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે ૩૦ દિવસની મુદત આપી છે

ઉલ્લેખનીય છે કે, પહેલા એમ મનાતું કે, રાહુલ ગાંધીનું (Rahul Gandhi) કેરળના વાયનાડનું સાંસદપદ જ્યાં છે ત્યાં પેટા-ચૂંટણીની જાહેરાત કરાશે પરંતુ ચૂંટણી પંચ કાનુની ગતિવિધિ ઉપર પણ નજર રાખી રહ્યું છે તેથી પેટા-ચૂંટણીની જાહેરાત કરવાની ઉતાવળમાં નથી. રાહુલ ગાંધીને(Rahul Gandhi) ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે ૩૦ દિવસની મુદત નીચલી અદાલતે આપી છે. અને ત્યાં સુધી સજાનો અમલ પણ મોકૂફ રાખ્યો છે.

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

તે સર્વવિદિત છે કે, સૂરતની એક કોર્ટે ૨૦૧૯ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને(Rahul Gandhi) બે વર્ષની સજા કરી છે. તેને લીધે તેઓને ગયા શુક્રવારે લોકસભાના સભ્યપદેથી દૂર કરાયા હતા, પરિણામે તેઓને લોકસભાના ગૃહમાંથી બહાર નીકળી જવું પડયું હતુ. તે પછી લોકસભા સચિવાલયે તેઓને ફાળવવામાં આવેલો બંગલો પણ ૩૦ દિવસમાં ખાલી કરવા નોટિસ આપી દીધી છે. રાહુલે તે પ્રમાણે અનુસરવા માટે ખાતરી આપી છે. નિરીક્ષકો કહે છે કે, કોર્ટ ચુકાદાને રાજકારણ સાથે શું સંબંધ છે કે જેથી કોંગ્રેસ રાજકીય યુદ્ધની વાત કરે છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV