GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પીટરસને કોહલીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, મળ્યો એવો જવાબ કે બોલતી બંધ થઈ ગઈ

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી તેની રમત જ નહીં પરંતુ સ્ટાઇલને કારણે પણ ફેન્સમાં લોકપ્રિય છે. વિરાટ કોહલીની દાઢી તેની ઓળખ બની ગઈ છે. તાજેતરમાં જ કોહલીએ સોશિયલ મીડિયા પર તેની એક જૂની તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોમાં તે પોતાના માથા પર ચશ્મા રાખીને તડકામાં બેઠો છે. આ ફોટોને ઘણી પ્રશંસા મળી છે.જોકે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની કેવિન પીટરસને ભારતીય કેપ્ટનને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે કમેન્ટ કરતાં કોહલીને દાઢી કપાવવાની સલાહ આપી છે. જેનો કોહલીએ જે જવાબ આપ્યો તેનાથી પીટરસનની બોલતી બંધ થઈ ગઈ છે.

View this post on Instagram

Throwback 👀

A post shared by Virat Kohli (@virat.kohli) on

પીટરસને કમેન્ટ કરી

કોહલીએ જે ફોટો શેર કર્યો છે તેમાં તેની દાઢી વધેલી છે જે જોઇને પીટરસને કમેન્ટ કરી છે કે દાઢી કપાવી નાખો. કોહલીએ તરત જ તેનો જવાબ લખતા કહ્યું કે તમારા ટિકટોકના વીડિયો કરતા તે સારી લાગે છે. કેવિન પીટરસન હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે. તે અને વિરાટ કોહલી સારા મિત્રો છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!