GSTV
Home » News » પેરૂમાં જોરદાર ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ

પેરૂમાં જોરદાર ભૂકંપના ઝાટકા, રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા નોંધાઈ

પેરૂમાં રવિવારે ભૂકંપ આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 114 કિલોમીટરની ઉંડાઈમાં કેન્દ્રિત હતુ. રાત્રે  2 વાગીને 41 મિનીટ ઉપર ભૂકંપનું કેન્દ્ર 114 કિલોમીટરની ઉંડાઈએ હતુ. સામાન્ય રીતે ભૂકંપના કેન્દ્રની ઉંડાઈ જેટલી ઓછી હોય, તબાહી એટલી વધારે થાય છે. જો કે હજી સુધી ભૂકંપથી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ હોવાંનાં સમાચાર નથી મળી રહ્યાં.

પેરૂ સરકારના ઈમરજન્સી વિભાગે ટ્વીટ કરીને કહ્યુ હતુકે, તેમના મુજબ ભૂકંપની તીવ્રતા 7.2 હતી. કલાઓ શહેર અને રાજધાની લીમા સહિત ઉત્તર અને મધ્ય ક્ષેત્રોમાં અનેક જગ્યાએ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અમેરિકા સ્થિત પેસિફિક વોર્નિંગ સેન્ટરે કહ્યુ છેકે, બધાજ ઉપલબ્ધ આંકડાના આધાર ઉપર સુનામીનો કોઈ ખતરો નથી. કારણકે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૃથ્વીની અંદર ઉંડાણમાં છે.

READ ALSO

Related posts

સ્કૂલોમાં CCTV લગાવી દેવાથી શિક્ષણની સ્થિતિ નહીં સુધરે : ગુજરાત હાઈકોર્ટ

Mayur

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!