GSTV
Home » News » ‘ઠોક કર બજા દૂંગા’ પ્રિયંકા ગાંધીના PS એ રિપોર્ટરને જાહેરમાં આપી ધમકી

‘ઠોક કર બજા દૂંગા’ પ્રિયંકા ગાંધીના PS એ રિપોર્ટરને જાહેરમાં આપી ધમકી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મંગળવારે સોનભદ્રના ઉભ્ભ ગામ ગઈ હતી. સોનભદ્રમાં થયેલ નરસંહાર બાદથી જ પ્રિયંકા ગાંધી આ ઘટના પર સતત ધ્યાન રાખી રહી છે. પ્રિયંકાના આ પ્રવાસને કેટલાક મીડિયાકર્મીઓ કવર કરી રહ્યા હતા, જેમની સાથે તેમના પર્સનલ સેક્રેટરીએ ખરાબ વર્તન કર્યું.

એક ટીવી ચેનલના પત્રકારે પ્રિયંકા ગાંધીને કશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા બાબતે સવાલ કર્યો, જેના જવાબ આપવાનું ટાળવા તે ત્યાંથી નીકળવા લાગ્યાં. પ્રિયંકાના પીએસએ ઝડપથી પત્રકારને પ્રિયંકા ગાંધીથી દૂર કાઢ્યો અને તેની સાથે ધક્કા-મુક્કી કરી ખરાબ વર્તન પણા કર્યું.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ બન્યો છે, જેમાં પીએસ પત્રકારને ‘ઠોકી મારવાની’ ધમકી આપતો જોવા મળે છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, સંદીપ સિંહ પત્રકારને કહી રહ્યો છે કે, તને બીજેપીએ પૈસા આપીને મોકલ્યો છે. તો પત્રકાર સંદીપને જણાવે છે કે, અમે અહીં કોઇના કહેવાથી નથી આવ્યા. વીડિયોમાં એ પણ જોવા મળે છે કે, સંદીપ કેવી રીતે પત્રકારને ધક્કો મારી ખરાબ વર્તન કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસની નિંદા કરી રહ્યાં છે.

પત્રકારનું નામ નીતિશ કુમાર પાંડેય છે. નીતિશે પ્રિયંકા ગાંધીના પીએ વિરૂદ્ધ કોરાવલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવાની માંગણી કરી છે.

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!