GSTV
Home » News » પર્સનલ લોન લેતાં પહેલાં આ બાબતો જાણી લો, નહી તો ભરાશો

પર્સનલ લોન લેતાં પહેલાં આ બાબતો જાણી લો, નહી તો ભરાશો

Bank Personal loan

પર્સનલ લોન માટે શ્રેષ્ઠ બાબતોમાં એક એ છે કે તેનો ઉપયોગ કોઈપણ જરૂરિયાત પૂરી કરવા થઈ શકે છે. જ્યારે હોમ લોન કે વ્હીકલ લોન જે તે વસ્તુઓ માટે જ છે. પણ ઘણી વખત તેની આ જ લવચીકતા આ અનસિક્યોર્ડ ફાઇનાન્સિંગની ફેસિલિટીને મોંઘી પણ બનાવે છે. હા, જામીનગીરી વગરની પર્સનલ લોન પર બીજી લોનની તુલનાએ ઘણું ઊંચું વ્યાજ ચૂકવવું પડે છે.

પરંતુ હવે યુસેજની લવચીકતાને બાજુએ મૂકીએ તો પણ તે બાબત સમજદારીભરી છે કે પર્સનલ લોન લેવા માટેનો હેતુ શું છે, તેના પછી તેના પર વિચાર કરો. તમે જો લોન લેવા માંગતા હોવ તો તેની ચૂકવણી સુનિશ્ચિત કરી લો અને તેમા કોઈપણ પ્રકારની ચૂકવણી ન થવાથી તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડશે. અહીં કેટલાક નિર્દેશકો આપ્યા છે જેના દ્વારા તમે સમજી શકશો કે કઈ સ્થિતિમાં પર્સનલ લોન સારામાં સારી છે, જેના વિરુદ્ધ તે સિનારિયો જે તમે ઇચ્છતા નથી. 

પર્સનલ લોન લેવી નાણાકીય સમજ

ઊંચા વ્યાજવાળી પર્સનલ લોન્સ વાસ્તવમાં એસેટની વૃદ્ધિ માટે યોગ્ય છે. મેથેમેટિકલ દલીલ એવી કરી શકાય કે એસેટના મૂલ્યમાં થયેલો વધારો લોનના વ્યાજની જોગવાઈનો ઓફસેટ કરી દે છે. અહીં કેટલાક સિનારિયો છે જ્યારે લોન લેવામાં સમજદારી વર્તાય છેઃ 

  • 1.    હોમ રિનોવેશનઃ મકાનના રિનોવેશન માટે પર્સનલ લોન લેવી વધારે સારી છે. તેના લીધે તમારા મકાનનું મૂલ્ય વધે છે. તાત્કાલિક રિપેરિંગ કે રિનોવેશનનું કામ પર્સનલ લોનથી થઈ શકે છે. મકાન રિનોવેશન લોનમાં સસ્તો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ લોનની સાથે રાઇડરો છે અને તેમા વધારાનું પેપરવર્ક અને બેન્ક ચકાસણી સંકળાયેલી છે.
  • 2.    પ્રોફેશનલ કોર્સ કે સર્ટિફિકેશનઃ પર્સનલ લોનનો બીજો શ્રેષ્ઠ ઉપયોગ શિક્ષણ કે સર્ટિફિકેશન પ્રોગ્રામને ફંડ કરવાનો છે. આ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા લોન લેનારની ભાવિ સંભાવના મજબૂત બને છે. તેના દ્વારા ભવિષ્યમાં વધારે ફાયદાકારક નોકરી દ્વારા સારી નોકરીની સંભાવના વધે છે.

  • 3.    ક્રેડિટ કાર્ડ ડેટ કોન્સોલિડેશનઃ ક્રેડિટ કાર્ડનું દેવુ ચૂકવવા માટે પર્સનલ લોન શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેનું કારણ એ છે કે ક્રેડિટ કાર્ડનું વ્યાજ પર્સનલ લોનના વ્યાજ કરતા ઊંચું હોય છે. તેથી તેના માટે પર્સનલ લોન લઈ તમે વ્યાજ ચૂકવણીમાં બચત કરી શકો છો. બીજું ઋણ ચૂકવીને અને પર્સનલ લોનની ચૂકવણી કરીને તમે ક્રેડિટ સ્કોર વધારી શકો છો. આ રીતે તમે ક્રેડિટ કાર્ડ ચૂકવણીમાં થતા વિલંબને ટાળીને તમારો સ્કોર બગડતો અટકાવી શકો છો. આના પગલે અનેકવિધ ક્રેડિટ કાર્ડનું દેવું એક જ માસિક પેમેન્ટમાં રૂપાંતરિત કરી શકો છો. આના પગલે તમે તમારી ચૂકવણીમાં વધારે સ્પષ્ટતા લાવી શકો છો.
  • 4.    કટોકટીઓઃ તમે જ્યારે કટોકટીનો સામનો કરો છો ત્યારે આંકડાકીય ગણતરીનું ભાગ્યે જ કોઈ મહત્ત્વ છે, તેમા અચાનક નોકરી જવી, મેડિકલ ઇમરજન્સી, ફેમિલી ઇમરજન્સી વગેરેનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં પર્સનલ લોન ઉપયોગી નીવડે છે. તેના દ્વારા તાત્કાલિક તરલતા મળે છે અને પ્રતિષ્ઠાનું પણ રક્ષણ થાય છે. હવે જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં ઇમરજન્સી ફંડ હોય તો આદર્શ બાબત કહી શકાય, જેમકે આરોગ્યલક્ષી ઇમરજન્સી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન હોય.

પર્સનલ લોન ક્યારે લેવી સમજદારીભર્યું પગલું નથી

પર્સનલ લોન મળતી હોય ત્યારે તે લઈ જ લેવી તે જરૂરી નથી. બેન્કોમાંથી આપણને નિયમિત રીતે તેના ફોન આવતા રહે છે. નીચે કેટલીક એવી પરિસ્થિતિઓ દર્શાવાઈ છે જેના માટે પર્સનલ લોન લેવાનું તમારે ટાળવું જોઈએ. 

  • 1.    દૈનિક ખર્ચાઃ ગ્રોસરી અને મકાન ભાડે લેવા જેવા વ્યક્તિગત ખર્ચા માટે પર્સનલ લોન ટાળો. આના લીધે તમે નાણાકીય કટોકટીમાં સપડાવ છો. યાદ રાખો કે પર્સનલ લોન અત્યંત ઊંચા ચાર્જની લોન છે અને તેને સમયસર ભરવી જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ જવાથી તમારી નાણાકીય સ્થિતિ કથળી શકે છે. આ સિવાય મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવા માટે તમારી પાસે કમસેકમ છ મહિનાનું ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે.

National Pension Scheme

  • 2.    લાઇફસ્ટાઇલના ખર્ચાઃ ઘણા લોકોની દલીલ છે કે જીવનશૈલીના ખર્ચા માટે પર્સનલ લોન લેવી જોઈએ. તેમા લેવિશ આંતરરાષ્ટ્રીય વેકેશન કે અન્ય લક્ઝરી જેવી કે મોંઘા ફર્નિચર અને ગેજેટનો સમાવેશ થાય છે. પરંતુ અમે તેની સાથે સંમત નથી. તમે તમારી માલિકીના નાણાથી થતો હોય તેટલો ખર્ચ કરો, ઉધારના નાણાથી નહી. આ સૂત્રને હંમેશા યાદ રાખો. તે યાદ રાખો કે તમારી ટ્રિપ તો થોડા દિવસોમાં પૂરી થઈ જશે, પરંતુ તમારા ઇએમઆઇ લાંબા સમય સુધી ચાલશે. તેના માટે તમારે કદાચ પાછળથી પસ્તાવું ન પડે. તમે તમારી લાઇફસ્ટાઇલના ખર્ચાને જાળવી રાખવા માટે પહેલેથી જ કેટલાક ધ્યેયો સુનિશ્ચિત કરી રાખો. એક વખત તમારા ધ્યેય સ્પષ્ટ હશે તો તમે તેના માટે નાણાકીય ફાળવણી કરી શકશો અને તેના રોકાણ પરના વળતર દ્વારા તમે તેમાથી તેના ખરચા પૂરા કરી શકશો.
  • 3.    ઇન્વેસ્ટમેનટ કેપિટલઃ જો તમે રોકાણના વિશ્વમાં નવા હોવ તો તમારે પર્સનલ લોનની મદદથી નાણા ઊભા કરવા પર વિચાર કરવો જોઈએ. તેનું કારણ એ છે કે લો-રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ પર ટેક્સ અને ફુગાવા આધારિત વળતર તમારા લોનની વ્યાજની ચૂકવણી કરવા સમર્થ ન હોય. ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વરા ઊંચું વળતર મેળવી શકાય તો તેની સામે જોખમ પણ હોય છે. તેથી જો તમે જોખમી અને સ્થિર બજારમાં રોકાણ કરવાની નિપુણતા ધરાવતા હોય તેવા સીઝન્ડ રોકાણકાર હોવ તો પણ શેરોમાં રોકાણ કરતી વખતે લોનનો રૂટ પસંદ કરતા પહેલા તમારે મેરિટના આધારે આ નિર્ણય લેવો જોઈએ.

છેલ્લુ તારણ એ છે કે જ્યારે પણ પર્સનલ લોન લેવાની હોય ત્યારે ચોક્કસપણે તેવો અભિગમ અપનાવવામાં આવે જેનાથી નાણાકીય સારી સ્થિતિને વેગ મળે, બગડે નહીં.

Read Also

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!