GSTV
Finance India News Trending

BOB પોતાના ગ્રાહકોને આપી રહી છે મોટી ગીફ્ટ, 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકશે

દેશમાં મહામારીને પગલે ઊભા થયેલા સંકટને પગલે બેંક ઓફ બરોડાએ પોતાના લોનધારકોને 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપી શકે છે. બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે કોવિદ 19 ના રહેતા પોતાના ગ્રાહકોને નાણાકીય સંકટ ઊભું ના થાય અને પોતાના ગ્રાહકોને બહાર લાવવાનું છે. બેંકઓફ બરોડાના ગ્રાહકો આ પર્સનલ લોનનો લાભ લેવા માટે પોતાની શાખાનો સંપર્ક કરી શકે છે. બેંક આ લોન પર ત્રણ મહિનાનું એક્સટેન્શન પણ આપી રહી છે.

પાંચ લાખ સુધીની પર્સનલ લોન લઈ શકાશે

બેંકે કહ્યું કે આ સુવિધા એવા ગ્રાહકો માટે છે જેઓએ હોમલોન, પ્રોપર્ટી પરની લોન અથવા ઓટો લોન લીધી હોય અથવા જેનો ક્રેડિટ સ્કોર 650 અથવા તેનાથી અધિક છે. આ લોનની સુવિધા 5 વર્ષ માટે છે. તેનું વ્યાજદર 10.25 ટકાથી શરૃ થાય છે. બેંક આ લોન પર ત્રણ મહિનાનું મોરેટોરિયમ પણ આપે છે. ઉધાર લેવાવાળા હાલમાં મોરેટોરિયમ પિરિયડના સમયમાં વ્યાજ લેવાશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી ગ્રાહકો સિવાય હોમલોન વાળા તેમની હાલની લોનના 10 ટકા સુધી પર્સનલ લોન લઈ શકે છે. ઓટોલોન લેવાવાળા પોતાની હાલની લોનના 20 ટકા સુધી લઈ શકે છે. કોઈપણ ઓવરડ્યૂ પેમેન્ટ પર બેંક 2 ટકા દંડનીય વ્યાજ પણ વસૂલશે.

વધુમાં વધુ 5 લાખ રૃપિયાની લોન લઈ શકાશે

બેંકઓફ બરોડાની વેબસાઈટ મુજબ ગ્રાહક સંભાવનાવાળા ઉદ્દેશ્યોને છોડીને કોરોના વાયરસ સામે હાલના સમયમાં પોતાની નાણાકિય સંકટને દૂર કરવા સહિતના કોઈપણ ઉદ્દેશ્યથી પર્સનલ લોન લઈ શકશે. Baroda Personal Loan COVID-19 માં ઓછામાં ઓછા 25000 રૃપિયા અને વધુમાં વધુ 500000 રૂપિયા સુધી છે. આ લોનનું વ્યાજદર રેપોરેટથી લિંક્ડ છે. રિટેલ લોન પર BRLLR 7.25 ટકા લાગુ પડશે. બેંકની વેબસાઈટ મુજબ બરોડા પર્સનલ લોન કોવિડ -19 પર વ્યાજદર BRllR+SP+2.75% વાર્ષિક રહેશે. આ સ્કિમમાં કોઈ રિપેન્ટ ચાર્જ નહીંલાગે. યોજનામાં વધુમાં વધુ રિપેમેન્ટ સમય 60 મહિના સુધીનો છે. લોનની વધુ જાણકારી માટે બેંકની વેબસાઈટ પર જઈ શકો છો.

READ ALSO

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV