GSTV

નીતિશનો ચિરાગ-તેજસ્વીના બહાને મોદી પર પ્રહાર?, આરજેડીએ મોદીની પર્સનલ લાઈફને ઢસડી

બિહારની ચૂંટણીમાં પહેલા તબક્કા માટે બુધવારે મતદાન છે પણ એ પહેલાં ચિરાગ પાસવાન  અને તેજસ્વી યાદવ નીતિશ વર્સીસ મોદી સીનેરિયો સર્જવા મથામણ કરી રહ્યા છે. બંનેએ નીતિશ કુમાર વિરોધીઓને બહાને મોદી પર નિશાન સાધી રહ્યા હોવાના આક્ષેપો કરીને રાજકીય ગરમી પેદા કરી છે. નીતિશ કુમારે ચિરાગ પાસવાનને જંબુરો કહીને કટાક્ષ કરેલો.

શું તમે મોદીને મદારી સમજો છો?: ચિરાગ પાસવાન

પાસવાને સામો પ્રહાર કર્યો કે, હું તો મોદીના ઈશારે નાચું છું તો તમે મોદીને મદારી માનો છો ? નીતિશે તેનો જવાબ નથી આપ્યો પણ જેડીયુએ વળતો પ્રહાર કર્યો છે કે, પાસવાનનો મદારી જેલમાં બેઠેલો છે. ઈશારો લાલુ પ્રસાદ યાદવ તરફ છે એ કહેવાની જરૂર નથી.

નીતીશના કટાક્ષ પર તેજસ્વીનો જવાબ

નીતિશે લાલુ પ્રસાદ યાદવ પર કટાક્ષ કરેલો કે, જેમને નવ-નવ સંતાનો છે તેમને પોતાની દીકરીઓ પર ભરોસો નથી તેથી નાના દીકરાને આગળ કરે છે. તેજસ્વીએ વળતો પ્રહાર કર્યો છે કે, નીતિશ અમારા બહાને મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કેમ કે મોદીને પણ છ ભાઈ-બહેન છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!