GSTV

આ શખ્સને ત્રીજા લગ્ન કરવા પડ્યા ભારે, પ્રથમ પત્નીએ મંડપમાં આવી કર્યા ખતરનાક હાલ

Last Updated on February 12, 2020 by Ankita Trada

પાકિસ્તાનમાં એક શખ્સને અજાણી રીતે ત્રીજા લગ્ન ખૂબ જ ભારે પડી ગયા હતા. કરાંચીમાં બે પરણિત મહિલાઓની જિંદગી સાથે રમત રમી ચૂકેલ યુવક સોમવારે જ્યારે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેની પ્રથમ પત્ની પોતાના સગા-સંબંધીઓ સાથે આવી પહોંચી હતી. ત્યારબાદ જે થયું તે જોઈને ત્યાં હાજર લગભગ બધા જ ક્યારેય પણ ભૂલી શકશે નહી.

કરાંચીના એક મેરેજ હોલમાં એક લગ્નને ગેર-કાનૂની ગણાવતા મદીહા નામની એક મહિલાએ હંગામો મચાવી દીધો હતો. પોતાના બાળકો સાથે મેરેજ હોલમાં આવી પહોંચેલી આ મહિલાએ જણાવ્યું કે, લગ્ન કરનાર શખ્સ આસિફ રફીક તેનો પતિ છે. આ સાંભળીને મદીહાના સંબંધીઓએ આસિફ પાસે દોડી જઈને તેને માર મારવાની શરૂઆત કરી દીધી હતી. આ શખ્સના કપડા એટલી હદે ફાડી નાખ્યા કે, તેને ટેબલ પર પાથરેલા કપડાથી પોતાના શરીરને ઢાંકવું પડ્યું હતું.

મદીહાએ જણાવ્યું કે, તે બંનેએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા અને તેમનો એક દીકરો પણ છે. આ લગ્નમાં વરરાજાને મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે મહિલાએ તેના પતિની આ બીજા નહી, પરંતુ ત્રીજા લગ્ન હોવાની વાત કરી હતી.

મહિલાએ પોતાના પતિની પોલ ખોલતા જણાવ્યું કે, તેની હજુ પણ એક પત્ની છે જે જિન્ના યુનિવર્સિટીમાં કામ કરે છે. મદીહાને જ્યારે આસિફની પ્રથમ પત્ની વિશે જાણ થઈ હતી, ત્યારે આસિફે તેની પાસે માફી માંગી અને કહ્યું કે, તે હાલમાં પણ તેની સાથે જ રહેશે.

ત્યારબાદ પીડિત મહિલાએ આસિફની બીજી પત્નીને પણ આ વાતની જાણ કરી હતી. મદીહા પાસે તેના પણ સતત મેસેજ આવી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે, આસિફ તેમ કહીને ઘરમાંથી નીકળ્યો હતો કે, પોતે ત્રણ દિવસ માટે હૈદરાબાદ જઈ રહ્યો છે, પરંતુ મહિલાને તે વાતની જાણ હતી કે, આસિફ ખોટું બોલી કોઈ બીજી મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે પીડિત પક્ષે પોલીસની ધીમી કાર્યવાહી પર નારાજગી દર્શાવી હતી. મદીહાએ આરોપ લગાવ્યો કેસ પોલીસ તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરવાની જગ્યાએ તેનો સાથ આપી રહી છે.

પોલીસે મીડિયાને પણ અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી હતી. આસિફ જ્યારે નજર બચાવીને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે મદીહાના સંબંધીઓએ તેને ફરીથી ઘેરી લીધો હતો. ત્યારબાદ આસિફ દોડીને એક ટ્રકની નીચે કૂદી પડ્યો અને લોકોના ક્રોધને જોઈને ખૂબ જ સમય સુધી ટ્રકની નીચે જ બેઠો રહ્યો હતો, ત્યારબાદ પોલીસે ભીડથી આસિફની સુરક્ષા કરતા તેને પોતાની સાથે લઈ ગઈ હતી.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!