ખીચોખીચ ભરેલી ટ્રેનમાં મુસાફરી કરતા ઘોડાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ હવે તેના માલિકની મુશ્કેલી વધી ગઈ છે. આરપીએફએ રેલ્વે એક્ટ હેઠળ ઘોડાના માલિકની ધરપકડ કરી છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. આ ઘટના ગુરુવારે સિયાલદહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનમાં બની હતી. રિપોર્ટ અનુસાર ગફૂર અલી મુલ્લા નામના વ્યક્તિના ઘોડાએ રેસમાં ભાગ લીધો હતો. તે પછી વ્યક્તિએ પોતાના ઘોડાને ટ્રેન દ્વારા દક્ષિણ દુર્ગાપુરથી 23 કિમી દૂર નેત્રા લઈ જવાનું નક્કી કર્યું હતું.

ફોટો વાયરલ થયા બાદ અધિકારીઓ એક્શનમાં આવ્યા
EMU લોકલ ટ્રેનના વેન્ડર કમ્પાર્ટમેન્ટમાં મુસાફરોની વચ્ચે ઊભેલા ઘોડાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. જે બાદ આરપીએફ અધિકારીઓએ નેત્રા વિસ્તારમાં ઘોડાના માલિકને શોધી કાઢ્યો અને સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરી. પૂર્વ રેલ્વેના પ્રવક્તા એકલવ્ય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “તેની સામે રેલ્વેમાં અસામાન્ય કૃત્યો કરવા અને ટ્રેનમાં જગ્યા પર અનધિકૃત કબજો કરવા બદલ રેલ્વે કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”
પ્રાણી માટે અલગ બોક્સ બુક કરાવવું પડશે
ચક્રવર્તીએ કહ્યું કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં પ્રાણીઓ મુસાફરી કરી શકતા નથી અને તેના માટે અલગ ડબ્બો બુક કરાવવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે આ 40 વર્ષીય વ્યક્તિ અને તેનો ઘોડો સાંજે ટ્રેનમાં ચડ્યા હતા.
READ ALSO:
- હદ થઈ! ઉર્ફી જાવેદે સેફ્ટી પિનથી બનેલો ડ્રેસ પહેરીને કર્યો ડાન્સ, આશ્ચર્યચકિત યુઝર્સે કહ્યું- આ છોકરી છે કમાલ
- ચિંતાજનક! યુરોપમાં નોંધાઈ રહ્યા છે દરરોજના કોરોનાના 15 લાખથી વધુ કેસ, વિશ્વ પર તોળાઈ રહ્યો છે ખતરો
- એક સમયે રાજીવ ગાંધીએ કાંશીરામને CIAના એજન્ટ ગણાવ્યા, રાહુલના ગઠબંધનના નિવેદન પર માયાવતીનો તીખો ટોણો
- ગાંઠીલા! ઉમિયા માતાજી મંદિરના પાટોત્સવની ઉજવણીમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રહ્યા હાજર
- Relationship Tips/ તમારા સિંગલ રહેવાનું શું છે કારણ? જાણો શા માટે નથી મળ્યો તમને હજુ સુધી પાર્ટનર