GSTV
India News ટોપ સ્ટોરી

હેવાનિયત/ સગીરાને ત્રણ મહિના સુધી ગોંધી રાખી વારંવાર ગુજાર્યો બળાત્કાર, નરાધમને 20 વર્ષની આકરી જેલ

રેપ

રાજસ્થાનના કોટા જિલ્લાની કોર્ટે 2016માં સગીર વયની એક યુવતીનું અપહરણ કરી રેપ ગુજારનારા એક 40 વર્ષના શખ્સને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. અપરાધી પર પોક્સો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો જેમાં આજીવનકેદથી લઇને ફાંસીની સજા સુધીની જોગવાઇ છે. અપરાધીએ યુવતીને ત્રણ મહિના સુધી ગોંધી રાખી હતી અને વારંવાર રેપ ગુજાર્યો હતો.

રાજસ્થાનના સુલ્તાનપુર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય મહાવીરે એપ્રીલ 2016માં પોતાના જ ગામની એક 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેના પર રેપ ગુજારવામાં આવ્યો હતો. યુવતીને ઇંદોર લઇ જઇને ત્રણ મહિના સુધી અપહરણ કરી ગોંધા રાખી હતી.

ઉત્તર પ્રદેશમાં રેપનો પ્રયાસ કરનારા મદરેસા શિક્ષકની ધરપકડ

જોકે પોલીસે અપરાધીને શોધી કાઢ્યો હતો અને યુવતીને રેસ્ક્યૂ કરીને છોડાવવામાં આવી હતી. ઘણા સમય પછી રેપના કેસમાં 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ હાથરસ કેસની ફરી ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં જ એક મદરેસામાં શિક્ષકે 15 વર્ષની યુવતી પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે.

કલીમ અહેમદ નામના આ શખ્સની બારાબાંકીના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. યુવતીની માતાએ આરોપ લગાવ્યો હતો કે મદરેસાનો શિક્ષક કલીમ મારા ઘરે ત્યારે આવ્યો હતો જ્યારે મારી દિરકી એકલી હતી, બાદમાં રૂમમાં તેને બંધ કરી તેના પર રેપનો પ્રયાસ કર્યો હતો.

સગીરા

સગીરા પર ગેંગરેપ કરનારા બે સગીર ઝડપાયા

ઉત્તર પ્રદેશમાં જ 14 વર્ષની સગીરા પર રેપ કરનારા બે આરોપીઓની ધરપકડ કરાઇ છે. બન્ને આરોપીઓની ઉંમર 15 અને 16 વર્ષની છે, બીજી તરફ પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના જ બાંદામાં 26 વર્ષની યુવતી પર રેપ ગુજારવામાં આવ્યો હતો. રેપ ગુજારનારો પોતાના જ પરિવારનો એક સગો હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો છે. દિલ્હીના ચનકાપુરીમાં કથ્થક શિખવનારા એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. જે મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV