GSTV

ડિલીવરી પેકેટ ગુમ થયા બાદ આ વ્યક્તિએ Amazonના CEOને કરી ફરિયાદ, બેજોસ આપ્યો જવાબ

મુંબઈના એક શખસે પોતાની દાદી માટે એમેઝોનમાંથી એક ફોન ઓર્ડર કર્યો હતો. તેને પેકેટ નથી મળ્યું પરંતુ તેની સોસાયટીના ગેઈટ ઉપરથી ચોરી થઈ ગયું હતું. તે ઘણો ગુસ્સામાં આવીને સીધો જ એમેઝોનના સીઈઓ જેફ બેજોસને ઈ-મેઈલ કર્યો. સારી વાત તો એ છે કે, જેફ બેજોસે તેના મેઈલ વાંચીને તુરંત જ એમેઝોનની ટીમને આ સમસ્યાનો હલ કરવા માટે જણાવ્યું. એમેઝોનના કેટલાક કર્મચારીઓએ કેટલાક દિવસોમાં આ વ્યક્તિનો સંપર્ક કર્યો અને તેની સમસ્યાનો અંત લાવ્યા હતાં.

આ છે સમગ્ર વાત

આ વાત મુંબઈના ઓંકાર હનમંતેની છે. તેણે એમેઝોનની વેબસાઈટમાંથી પોતાની દાદી માટે એક ફોન ઓર્ડર કર્યો હતો. તેણે નોકીયાનો બેઝિક ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ ઘણા દિવસો સુધી ડિલીવરી મળી ન હતી. ત્યારે વેબસાઈટ ઉપર જઈને સ્ટેટસ જોયું તો તેમાં ફોનની ડિલીવરી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

પેકેટ થયું હતું ચોરી

જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી તો સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, ડિલીવરી મેને ઓંકારમાં તેને દેવાના બદલે એન્ટ્રી ગેઈટ ઉપર જ પાર્સલ છોડીને ચાલ્યો ગયો હતો. તે બાદ આ વ્યક્તિએ આ ફોનને ચોરીને ત્યાંથી જતો પણ જોઈ શકાતો હતો. જેફ બેજોસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પોતાના ગ્રાહકોના મેઈલ પણ પોતે જ વાંચે છે. જો તે તેનો જવાબ નથી આપી શકતા તો તેને તેના સંબંધિત વિભાગને ફોરવર્ડ કરી દે છે.

આ છે બેજોસને લખવામાં આવેલા પત્રનો અંશ

હાય જેફ,
આશા છેકે તમે કુશળપૂર્વક હશો.
હું તમારી ગ્રાહક સેવા અને ડિલીવરી વ્યવસ્થાથી ઘણો નિરાશ છું. એમેઝોનમાંથી જે ફોન ઓર્ડર કર્યો હતો તે મને ડિલીવર નથી કરવામાં આવ્યો. મારી સોસાયટીના ગેઈટ ઉપર રાખી દેવામાં આવ્યો હતો જ્યાંથી તેની ચોરી થઈ ગઈ છે. મને ડિલીવરીમાં કોઈ ફોન મળ્યો નથી. દિલચશ્પ વાત તો એ છે કે, તમારી કસ્ટમર સર્વિસની ટીમ પણ તપાસ ચાલી રહી હોવાનો બનાવેલો જવાબ આપી રહી છે. જેવી રીતે હું કોઈ બીજાની સાથે વાત કરી રહ્યો હોવ.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!