GSTV
Ajab Gajab India News Trending

શખ્સે માંગ્યું પોતાના પાલતું ડોગની જાતિનું પ્રમાણપત્ર, ઓન લાઇન કરી દીધી અરજી

બિહારના ગયા જિલ્લામાં એક અજીબો ગરીબ મામલો બન્યો છે. જેમાં એક શખ્સે પોતાના પાલતું ડોગની જાતિનું પ્રમાણપત્ર માંગ્યું હતું. ઓનલાઇન અરજીમાં આવેદકનું નામ ટોમી, પિતાનું નામ શેરુ અને માતાનું નામ ગિની દર્શાવ્યું છે. ઓનલાઇન અરજી ચેક કરનારા કર્મચારીનું આ વાંચીને માથું ફરવા લાગ્યું હતું. તેને આ અંગે પોતાના ઉપરી અધિકારીને જાણ કરી હતી.ગરુર અંચલ કાર્યાલયમાં ૨ ફેબુ્રઆરીના રોજ આ મામલો ધ્યાને આવ્યો હતો. 

નવાઇની વાત તો એ હતી કે ડોગની જન્મતિથિ અને ડોગના આધારકાર્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજી નંબર બીસીસીસીઓ- ૨૦૨૩-૩૧૪૪૯૧ દર્શાવવામાં આવી છે. સૌથી  મોટી વાત એ છે કે આવેદનમાં ડેકલેરેશન (શપથપત્ર)માં આનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. આધારકાર્ડ પર ડોગનો ફોટો પણ ચિપકાવવામાં આવ્યો છે.સરકારી ઓફિસમાં માણસની જાતિનું પ્રમાણપત્ર નિકળે ડોગની જાતિનું પ્રમાણપત્ર કેવી રીતે નિકળે ? 

ડોગની જાતિના પ્રમાણપત્ર અંગેની અરજીમાં મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો તેના પર સંપર્ક કરવામાં આવતા ટ્રુકોલર પર રાજાબાબુ, ગુરારુ નામ દર્શાવેલું હતું. આથી આ કોઇ આવેદન કોઇની ટિખળ હોવાનું ધ્યાનમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ શરારતી તત્વને પાઠ ભણાવવા માટે અંચલ અધિકારીએ પગલા ભરવાની ખાતરી આપી હતી. પહેલા કચેરીમાં કાગળ પર અરજી આપવી પડતી હવે ઓનલાઇન અરજી કરી શકાય છે પરંતુ કયારેક ઓનલાઇન સગવડનો દુરોપયોગ પણ થતો હોય છે

Related posts

ન્યાયના દેવતા શનિદેવ શુભ હોય છે તો આવા શુભ સંકેતો આપે, વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે ક્ષણવારમાં

Hina Vaja

Google પરના રૂ.1337 કરોડના દંડને NCLATએ યોગ્ય ઠેરવ્યો, 30 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ

Kaushal Pancholi

મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના

Padma Patel
GSTV