GSTV

Navratri 2020: નવરાત્રી દરમિયાન આવી જાય પીરિયડ્સ તો કેવી રીતે કરશો મા અંબેની પૂજા? અહીં જાણો

નવરાત્રી

નવરાત્રીનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થઇ ચુક્યો છે અને આ દરમિયાન લોકો મા દુર્ગાની ઉપાસના કરે છે. આ દિવસોમાં ભક્તજન શ્રદ્ધાભાવથી માતા માટે નવ દિવસનો ઉપવાસ કરે છે. મહિલાઓ આ દરમિયાન માની પૂજા પૂરા ભક્તિભાવથી કરે છે. તેવામાં ઘણા લોકો પોતાના ઘરમાં કળશની સ્થાપના કરે છે અને નવ દિવસ સુધી પૂજા કરે છે.

જો તમે ઘરમાં કળશની સ્થાપના કરી રહ્યાં છો અને સાથે જ પૂરા નવ દિવસ સુધી દુર્ગા શપ્તસતીના પાઠ કરો છો અને માની સવાર-સાંજ આરતી કરો છો. તેવામાં આ દરમિયાન તમે પીરિયડ્સથી પરેશાન હોવ તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ જેથી તમારાથી કોઇ ભૂલ ન થાય અને મા પ્રસન્ન પણ રહેશે.

પીરિયડ્સ દરમિયાન ના કરો ઉપવાસ

જો તમારા પીરિયડ્સ આસપાસ હોય અથવા તો આવવાના હોય તો તેવામાં તમારે નવ દિવસના વ્રતથી દૂર રહેવુ જોઇએ. તેવામાં જો તમને લાગે છે કે 9 દિવસો વચ્ચે પીરિયડ્સની ડેટ પડી શકે છે તો તમારે પહેલાથી જ તેનાં પર ધ્યાન આપવો જોઇએ. જો તમે ઇચ્છો તો પહેલા અને આઠમનો ઉપવાસ કરો.

કળશથી દૂર રહો

જો તમારા પીરિયડ્સ આવવાના હોય તો તેવામાં તમે કળશની સ્થાપના ના કરો કારણ કે કળશ સ્થાપના કરવાના ઘણા નિયમ હોય છે. જો કળશ સ્થાપિત થઇ ચુક્યો છે તો તમારે કળશથી અંતર જાળવવુ જોઇએ. તેવામાં જો ઘરમાં કોઇ અન્ય સભ્ય હોય તો તમે તેની પાસે પૂજા કરાવી શકો છો અને કળશની દેખરેખનું કામ કરાવી લો.

ભોગ ના બનાવો

નવરાત્રી

પીરિયડ્સ દરમિયાન તમે માતા માટે ભોગ પણ તૈયાર ના કરી શકો જો પૂજા થઇ રહી હોય તો ઘરમાં તમામ વસ્તુઓથી દૂર રહો. જે સમયે તમારો માસિક ધર્મ પૂરો થઇ જાય તે સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને મા ભગવતીનું પૂજન કરો.

આ રીતે વાંચો દૂર્ગા સપ્તશતી

Chaitra Navratri 2019

જો તમે નિયમિત રૂપે દૂર્ગા સપ્તશતીનો પાઠ કરતા હોવ અને વચ્ચે તમારા પીરિયડ્સ શરૂ થઇ જાય તો તમારે આ પાઠ તમારા મોબાઇલમાં વાંચવા જોઇએ જેથી પાઠ ખંડિત ન થાય.

Read Also

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!