GSTV
India News Trending Videos Viral Videos

પ્રદીપની ઉડાનને સલામ: જવાબદારીઓ પુરી કરવા રસ્તા પર રોજ કરે છે 10 કિલોમીટરની મેરોથોન, કરવી છે દેશની સેવા

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં કોઇને કોઇ વીડિયો વાઇરલ થતો રહે છે, ક્યારેક કોઇના ડાન્સનો વીડિયો તો ક્યારેક રમૂજી વીડિયો વાઇરલ થતા રહે છે. હાલ, સોશિયલ મીડિયા પર એક યુવકનો દોડ઼તો વીડિયો યુઝર્સનું દિલ જીતી રહ્યો છે. 19 વર્ષનો એક યુવક મોડી રાત્રે કોઇ પણ જાતની ચિંતા કર્યા વગર રસ્તા પર દોડતો જઇ રહ્યો હતો. આ દોડતા યુવકને જોઇને ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીની નજર યુવક પર પડી. પોતાની કારમાંથી તે આ દોડતા યુવકનો જુસ્સો જોઇ રહ્યાં હતા. નિર્માતાએ તરત જ યુવકને લિફ્ટ ઓફર કરી, પણ ઘણીવાર કહ્યાં પછી પણ યુવક ન માન્યો.

યુવકનું નામ પ્રદીપ

19 વર્ષનો પ્રદીપ મહેરા મેકડોનાલ્ડ કંપનીમાં કામ કરે છે. તે પોતાની જોબ પૂરી કરીને ઘરે જતા સમયે દોડની પ્રેક્ટીસ કરે છે. વિનોદ કાપરી આ યુવકનો વીડિયો બનાવી રહ્યાં હતા, દોડતા દોડતા યુવકે નિર્માતાને જણાવ્યું કે, તે ઘરે જઇને મોટા ભાઇ માટે જમવાનું બનાવશે, તેનું સપનું સેનામાં ભરતી થવાનું છે.

યુવકનું નામ પ્રદીપ છે, જે ઉત્તરાખંડમાં રહે છે. તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. પ્રદીપે આગળ જણાવ્યુ કે, તે સવારે 8 વાગ્યે ઉઠીને પોતાના ભાઇ માટે ભોજન તૈયાર કરે છે. તે રોજ નોએડા સેક્ટર 16થી બરોલા સ્થિત પોતાના ઘર સુધી 10 કિલોમીટરની દોડ લગાવે છે.

નિર્માતાએ પ્રદીપને જણાવ્યુ કે, તમારો આ વીડિયો ખૂબ જલ્દી વાઇરલ થવાનો છે. યુવકનો આ અંદાજ અને મહેનત યુઝર્સને પસંદ આવી રહી છે. યુવકે જવાબમાં કહ્યું કે, “ મને કોણ ઓળખશે? હું કંઇ ખોટુ પણ નથી કરી રહ્યો, વાઇરલ થાય તો ઠીક છે. વિનોદ કાપડીએ પ્રદીપને ડિનર માટે પણ ઓફર કરી પણ યુવક પોતાની જવાબદારી પ્રત્યે અડગ રહ્યો. યુવકે જવાબ આપ્યો કે, “જો હું તમારા સાથે જમવા જઇશ તો મારો ભાઇ ભૂખ્યો રહી જશે, મારો ભાઇ એક કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ કરે છે.”

આ યુવકની જવાબદારી અને પોતાના ધ્યેય પાછળ જે તેણે દોટ મૂકી છે, તેમાં તે જલ્દી જ પ્રગતિ કરશે, સોશિયલ મીડિયા પર આ યુવક લોકોને પ્રેરણા આપી રહ્યો છે.

READ ALSO:

Related posts

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda
GSTV