GSTV

વરસાદની સીઝનમાં મેકઅપ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન…૧. હંમેશાં યાદ રાખો કે કોઈપણ પ્રકારનો મેક-અપ કરતાં પહેલાં તમારા હાથ સ્વચ્છ કરી લો. વરસાદમાં કોઈપણ વસ્તુના સ્પર્શથી બેક્ટેરિયા ફેલાવાની સંભાવના વધારે હોય છે.

૨. તમારી બ્યુટી પ્રોડક્ટને હંમેશાં સૂકી અને સાફ રાખો. તેમાં જો થોડો પણ ભેજ લાગે તો ચહેરાને નુકસાન થઈ શકે છે.

૩. તડકામાં ઘરેથી જ્યારે પણ બહાર નીકળો તે પહેલાં સનસ્ક્રીન લોશન જરૂર લગાવો, પરંતુ ધ્યાન રાખવું કે લોશન બહાર નીકળો   તેની ૨૦ થી ૨૫ મિનિટ પહેલાં લગાવવાનું છે.

૪. મેક-અપ કરતા પહેલાં સિલિકોન બેઝનો જ ઉપયોગ કરો અને વોટરપ્રૂફ ફાઉન્ડેશન લગાવો.

૫. ચોમાસામાં આંખોનો મેક-અપ જલ્દી ખરાબ થાય છે તેથી ટ્રાન્સપેરન્ટ મસ્કરા અથવા કલર વોટરપ્રૂફ કાજલ પેન્સિલનો ઉપયોગ પણ કરી શકો છો.

૬. હોઠ પર લાંબો સમય ટકી રહે તેવા પ્રકારની લિપસ્ટિકનો જ ઉપયોગ કરો. લિપગ્લોસનો ઉપયોગ ન કરવો.

૭. હેર સ્પ્રે અને જેલનો ઉપયોગ ન કરવો. એનાથી માથામાં ખોડો થવાની શક્યતા રહે છે. જો તમારા વાળ લાંબા હોય તો તેને ખુલ્લા ન રાખવા.

૮. મેક-અપની સાથે જ દરરોજ ત્વચાની સંભાળ રાખવી પણ જરૂરી છે. ચોમાસામાં ત્વચાની સંભાળ માટે ઘરેલુ નુસખા જ અજમાવો જેનાથી કોઈ આડઅસર ન થાય.

૯. મોન્સૂનમાં રાત્રે ત્વચાને ટોનિંગ જરૂરથી કરો. આના માટે એક નાની ચમચી દૂધમાં પાંચ ટીપાં ચમેલીનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો. 

૧. મેનિક્યોરની શરૂઆત હાથની સફાઈથી કરવામાં આવે છે. હાથની સફાઈ સ્ક્રબ  કરો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી હાથ અને નખમાંથી સંપૂર્ણપણે માટી નીકળી ન જાય. મેટલના સસ્તા ફાઈલરની જગ્યાએ સારી ક્વોલિટીના ફાઈલરનો ઉપયોગ કરો. નખની આજુ-બાજુની ચામડીને ક્યૂટિકલ ક્લિપર્સથી હટાવો.

૨. નખને પરફેક્ટ શેપમાં ફાઈલ કર્યા પછી નેઈલપોલિશનો એક કોટ લગાવો. બેઝ કોટ પાતળો લગાવો. જો નેઈલપોલિસ આજુબાજુ લાગવાનો ડર લાગતો હોય તો નખની આસપાસની ત્વચા પર પેટ્રોલિયમ જેલી લગાવી દો. આનાથી નેઈલપોલિશ ચોંટશે નહીં.

૩. મેનિક્યોરનું સૌથી મુશ્કેલ કામ આંગળીના નખ પર વ્હાઈટ નેઈલપોલિશ લગાવવાનું છે. તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે નેઈલપોલિશ નખ પર જ લાગે.

૪. છેલ્લે આખા નખ પરપારદર્શક  નેઈલપોલિશનો કોટ લગાવો. આનાથી તમારું મેનિક્યોર લાંબા સમય સુધી ટકી રહેશે. તે તમને સ્મૂધ અને ગ્લોસી ફિનિશ પણ આપશે.

Read Also

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!