GSTV

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યેક વ્યક્તિ માથાદીઠ દૈનિક રૂપિયા ૧૭૮.૫૭નું વેતન મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ દૈનિક વેતનનું ગુજરાતનું આ પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમાં માથા દીઠ દૈનિક વેતન સૌથી વધુ રૂપિયા ૨૮૬.૩૭ જ્યારે કેરળમાં રૃપિયા ૨૭૪.૨૯ છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોનું ઓછું માથાદીઠ વેતન ચિંતાનો વિષય છે.

માથાદીઠ વેતન રૂપિયા ૨૦૦થી વધારે

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી માથાદીઠ વેતનના પ્રમાણમાં પણ સાધારણ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૃપિયા ૧૭૭.૩૪, ૨૦૧૮-૧૯માં રૃપિયા ૧૭૪.૩૭ જ્યારે ૨૦૧૯-૨૦માં તે રૃપિયા ૧૭૮.૫૭ નોંધાઇ છે. આ સ્થિતિએ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં માથા દીઠ માસિક વેતન રૃપિયા ૫૩૫૭ છે. દેશના આઠ રાજ્યો એવા છે જ્યાં ગ્રામીણ વિસ્તારમાં માથાદીઠ વેતન રૂપિયા ૨૦૦થી વધારે છે. જેમાં હરિયાણા-કેરળ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મિઝોરમ, પંજાબ, ગોવા, આંદમાન નિકોબારનો સમાવેશ થાય છે.

સતત નોંધપાત્ર રીતે વધી રહ્યું છે

આ પૈકી આંધ્ર પ્રદેશમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રામીણ વિસ્તારમાં માથા દીઠ વેતનનું પ્રમાણ માત્ર રૃપિયા ૧૫.૪૯ હતું અને તે ૨૦૧૯-૨૦માં વધીને રૂપિયા ૨૦૩.૧૫ થઇ ગયું છે. હરિયાણામાં માથા દીઠ વેતનનું આ પ્રમાણ દર વર્ષે સતત નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૃપિયા ૧૫.૪૯, વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૯૮.૮૩ અને ૨૦૧૯-૨૦માં રૂપિયા ૨૦૩.૧૫ વેતન નોંધાયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછું દૈનિક વેતન હોય તેમાં રૂપિયા ૧૫૩.૯૧ સાથે તેલંગાણાનો સમાવેશ થાય છે.

રૂપિયા ૧૫૩૬નો ખર્ચ કરે છે

ગ્રામીણ વિસ્તારમાં માસિક માથા દીઠ ખર્ચ કરવાની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ પ્રમાણ ૧૪૩૦ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિ મહિને માથા દીઠ રૂપિયા ૧૫૩૬નો ખર્ચ કરવામાં આવે છે. આ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ મહિને રૂપિયા ૫૩૫૭નું વેતન મેળવે છે અને તેની સામે તે રૂપિયા ૧૫૩૬નો ખર્ચ કરે છે. લક્ષદ્વીપમાં માથાદીઠ માસિક ખર્ચનું પ્રમાણ સૌથી વધુ રૂપિયા ૨૯૨૪, દિલ્હીમાં રૂપિયા ૨૭૬૨, આંદમાન નિકોબારમાં રૂપિયા ૨૭૧૨, ચંદીગઢમાં રૂપિયા ૨૬૩૩ છે.

ક્યાં રાજ્યના ગામડામાં માથાદીઠ વેતન સૌથી વધુ?

રાજ્ય        માથાદીઠ વેતન
હરિયાણા       ૨૮૬.૩૭ રૂપિયા
કેરળ          ૨૭૪.૨૯ રૂપિયા
આંદમાન     ૨૪૯.૯૮ રૂપિયા
કર્ણાટક       ૨૪૫.૩૩ રૂપિયા
પંજાબ        ૨૩૬.૬૨ રૂપિયા
મણીપુર        ૨૧૮.૯૩ રૂપિયા
મિઝોરમ       ૨૧૦.૯૯ રૂપિયા
આંધ્ર           ૨૦૩.૧૫ રૂપિયા

ગુજરાતના ગામડામાં છેલ્લા ૩ વર્ષનું માથાદીઠ વેતન

વર્ષવેતન
૨૦૧૭-૧૮૧૭૭.૩૪ રૂપિયા
૨૦૧૮-૧૯૧૭૪.૩૭ રૂપિયા
૨૦૧૯-૨૦૧૭૮.૫૭ રૂપિયા

READ ALSO

Related posts

32 ગાયકોના અવાજમાં ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કરનારા મહેશ કનોડિયાના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Pravin Makwana

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!