GSTV

અમેરિકાની સોફ્ટડ્રીંક બનાવતી આ કંપનીએ કેરળમાં પ્લાન્ટ કર્યો બંધ, 500 લોકો થયા બેરોજગાર

Last Updated on September 24, 2020 by

પેપ્સિકોએ કેરળના પલક્કડમાં પોતાની પ્રોડક્શન ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. કામદારોના હડતાલ અને સતત વિરોધને કારણે પેપ્સિકોએ ફેક્ટરી બંધ કરવી પડી છે. આને કારણે લગભગ 500 લોકો બેરોજગાર થઈ ગયા છે.

માર્ચથી તાળાબંધી હતી

અશાંતિના કારણે કંપનીએ આ વર્ષે 22 માર્ચથી ફેક્ટરીને તાળાબંધી કરી દીધી હતી. લગભગ 15 વર્ષ પહેલાં, સોફ્ટ ડ્રીંક બનાવતી દુનિયાની બીજી કંપની કોક રાજ્યમાં તેનો પ્લાન્ટ બંધ કરી ચૂક્યો છે. પલક્કડમાં પેપ્સિકોની ફેક્ટરી તેનું ફ્રેંચાઇઝ વરુણ બેવરેજ લિમિટેડ દ્વારા સંચાલિત હતું. આખરે, કંપનીએ રાજ્યના શ્રમ વિભાગને તેને બંધ કરવાની નોટિસ આપી છે.

દક્ષિણપંથી થઈ લઈને વામપંથી સુધી, બધા સંગઠનો કરી રહ્યા હતા વિરોધ

ગયા વર્ષે ડિસેમ્બરથી આ ફેક્ટરીમાં કામદારો પ્રદર્શનો કરી રહ્યા હતા. આમાં માકપા સાથે સંકળાયેલ સીઆઇટીયુ, કોંગ્રેસ સાથે સંકળાયેલ આઈએનટીયુસી અને આરએસએસ સાથે જોડાયેલા ભારતીય મઝદુર સંઘના સભ્યો શામેલ હતા. આ સંગઠનોની માંગ હતી કે, કોન્ટ્રાક્ટ લેબરોને સારી કાર્યદશા અને પગારમાં વધારાની સુવિધા આપવામાં આવે. કંપનીએ એક વર્ષથી આ માંગ અંગે નિર્ણય લીધો ન હતો.

આ માટે, ડિસેમ્બરથી 110 નિયમિત કર્મચારીઓ સાથે 280 કોન્ટ્રાક્ટ લેબરો પ્રદર્શન કરી રહ્યા હતા, જેના કારણે ઉત્પાદનને અસર થઈ રહી છે. આ પછી, મેનેજમેન્ટે 22 માર્ચથી ફેક્ટરીને તાળા મારી દીધા હતા.

પેપ્સીનાં યુબીએલ એકમના સીઆઇટીયુ મહામંત્રી એસ.રમેશે કહ્યું કે, અમે કોન્ટ્રેક્ટ લેબરો માટેના પગારનું માળખું સુધારવા માટે મેનેજમેન્ટ સાથે ઘણી વાર વાત કરી હતી, પરંતુ તેઓએ હંમેશા અમારી કાયદેસરની માંગણીઓને નકારી કાઢી હતી. તે મજૂર કમિશનર અને અન્ય અધિકારીઓને મળવા પણ સંમત ન હતા. તેથી અમારી પાસે વિરોધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

આ ઉત્પાદનો બનાવવામાં આવી રહી હતી

આ ફેક્ટરીની સ્થાપના વર્ષ 2001 માં પલક્કડના ઔદ્યોગિક પટ્ટા કાંજીકોડમાં કરવામાં આવી હતી. આમાં પેપ્સી બ્રાંડનાં પેક્ડ પીવાનું પાણી અને સોફ્ટ ડ્રિંક્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. વર્ષ 2019માં, પેપ્સીકોએ તમામ ફાયદાઓ અને પગાર વધારાની કર્મચારીઓની સતત માંગને ધ્યાનમાં રાખીને, આ પ્લાન્ટનું કામ તેના બોટલિંગ ભાગીદાર વરુણ બેવરેજીસને સોંપ્યુ હતુ.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ફેક્ટરીમાં હડતાલ બાદ આ યુનિટને નુકસાન થવાનું શરૂ થયું હતું, જેના કારણે મેનેજમેન્ટે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, મેનેજમેન્ટનાં લોકો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!